મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ  ડો. એમ કે શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ડર સંલગ્ન એસએમએસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે તાજેતરમાં શરૂ થયેલી અધ્યતન કેથલેબ તથા કાર્ડિયોલોજી વિભાગમાં કાર્ડિયો લોજીસ્ટ ડો. તેજસ શાહ દ્વારા દર્દી નિશાબહેન ચૌહાણ (ઉં.વ. 20) (રહે. મધ્યપ્રદેશ)ના રુમેટિક વાલ્વની સારવાર વગર ઓપરેશનને બલૂન પદ્ધતિ દ્વારા સફળ રીતે કરવામાં આવી છે. ભારતમાં રુમેટીક વાલ્વ રોગ એક અભિશાપ રુપ રોગ છે. રુમેટીક ફીવર અને ફચી હૃદયના રુમેટી વાલ્વ વચ્ચેનો સમયગાળો ઘણા કેસમાં 10 વર્ષ જેટલો પણ હોય છે.

તબીબોના જણાવ્યા અનુસાર, આ કેસમાં મહિલાને 5થી 6 મહિનાથી શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. ઉપરાંત તેમની સુવાવડ પણ નોર્મલ બે મહિના પહેલા થઈ હતી ત્યારે રુમેટીક વાલ્વની તકલીફ જણાઈ હતી, તથા એવું પણ સામે આવ્યું કે તેમના હૃદયનો માઈટ્રલ વાલ્વ ઘણો સાંકડો છે. બલૂન માઈટ્રલ વાલ્વોટોમીમાં ઓપરેશન વગર પગની ધમની દ્વારા બલૂન હૃદયના જમણા ભાગ (ક્ષેપક) માંથી ડાબી બાજુના ભાગ (કર્ણક)માં જઈ સાંકળો વાલ્વ પહોળો કરાય છે. જે એક જોખમી પ્રોસીજર છે.

તેમણે કહ્યું કે, અધ્યન કેથલેબમાં અનુભવી કાર્ડિયોજીસ્ટ ડો. તેજસ શાહ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. દર્દીને ત્રણ દિવસ પછી રજા આપવામાં આવી છે. ભારતમાં આવા દર્દીઓની સંખ્યા લગભગ 2થી 12.5 મિલિયન છે. ગ્લોબલ બર્ડન ઓફ ડીઝીઝ પ્રમાણે ભારત રુમેટીક વાલ્વ રોગનું કેપિટલ ગણી શકાય. હવે પુરા વિશ્વામાં 25 વર્ષમાં (1990-2015) મૃત્યુઆંક હાર્ટ ડીઝીઝ (આરએચડી)ના કારણે 1.2થી 4.8ય1,00,000 જેટલો થયો છે.

મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. એમ એમ પ્રભાકરના જણાવ્યા અનુસાર, એસએમએસ હોસ્પિટલ અંગે માહિતી આપતા જણાવ્યું કે અહીં દરેક પ્રકારની સારવાર કરવામાં આવે છે. તમામ આયુષ્યમાન ભારત યોજનાઓ પણ ઉપલબ્ધ છે.