મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ/પંચમહાલઃ વિશ્વભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને હજારો લોકોના મોત થઇ રહ્યા છે. ત્યારે દેશમાં અને ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસ વધી જતાં સરકાર દોડતી થઇ છે. એક બાજુ તકેદારીના પણ પગલા લેવામા આવી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કરફ્યુ માટે દેશવાસીઓને અપીલ કરી છે. ત્યારે પંચમહાલ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત, રાજકોટ સહિત જીલ્લાના વડામથક ગોધરા શહેરમાં પણ તેની અસર જોવા મળી હતી. જેમાં સવારથી શહેરના મહત્વના ધમધમતા માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. જેમાં શહેરના સોની વાડ વિસ્તાર, બગીચા રોડ, શહેરા ભાગોળ વિસ્તાર સુમસામ જોવા મળ્યો હતો. સામન્ય દિવસોમાં આ વિસ્તાર લોકોની અવરજવરથી પણ ધમધમતો હોય છે. ત્યારે ગતરોજ જીલ્લા પ્રશાશન દ્વારા પણ લોકોને જનતા કરફ્યુનો અમલ કરવા અને ખોટી અફવાથી દૂર રહેવા અપીલ કરવામા આવી હતી. આ ઉપરાંત અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં દવાનો છંટકાવ કરાયો હતો. જુઓ વીડિયો