મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: અમદાવાદમાં ઘરફોડ ચોરીના બનવોમાં વધારો થઈ રહ્યો છે. પાંચ દિવસ અગાઉ  શાહપુર વિસ્તાર આવેલી દુકાનમાં ધોળા દિવસે દુકાનનું લોક તોડી લૂંટ ચાવવામાં આવી હતી. સમગ્ર બાબતે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આજે ચોરી કરનાર આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, વાહિદ શેખ ખાનપુરમાં આવેલી જીન્સ પેન્ટમાં લેબલ લાગવાની દુકાન ચલાવે. પાંચ દિવસ અગાઉ બપોરના સમયે અંદરના દરવાજે લોક મારીને બહારથી શટર પાડી નમાઝ પડવા માટે ગયા હતા. ત્યાર બાદ દુકાને આવતા દુકાનનું શટર ખુલ્લુ જોવા મળ્યું હતું. અને દુકાનની અંદર આવ્યા ત્યારે દરવાજાનું લોક તૂટેલી હાલતમાં હતું અને ડ્રોવર માંથી 2800 રૂપિયા તેમજ મોબાઈફોન ગાયબ થઈ ગયો હતો. સમગ્ર બાબતે શાહપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ દાખલ કરવી હતી.

Advertisement


 

 

 

 

 

પોલીસ ઘટના સ્થળ પર જઈ પોકેટ કોપ મોબાઈલ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં ફૈઝાન ખાન(ઉં 19વર્ષ)ને ઝડપી પાડ્યો હતો. અને ત્યાર બાદ સઘન પૂછપરછ કરતાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને તેની પાસે ચોરીનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો.