મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: ગુજરાતમાં બેફામ સ્પીડને લીધે રોજબરોજ અનેકના જીવ જતાં હોય છે. તો અનેક લોકોને ગંભીર ઇજાઓ થતી હોય છે. તેમ છતાં સ્પીડના શોખીનો સુધારવનું નામ નથી લઈ રહ્યા. ત્યારે આજે અમદાવાદમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. બે કારના અકસ્માતમાં બાઇક સવાર પણ લપેટામાં લેવાઈ ગયો હતો. કાર ચાલકને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અમદાવાદમાં રિવરફ્રન્ટ બન્યા બાદ અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મોટાભાગે રાહત મળી છે. પરંતુ રિવરફ્રન્ટ વેસ્ટ અને ઈસ્ટના રોડ ઉપર મોટાભાગની ટ્રાફિક સિગ્નલો બંધ છે અને સ્પીડબ્રેકર પણ નહિવત હોવાના કારણએ આ રોડ પર સ્પીડના શોખીનો બેફામ બની રહ્યા છે. આજે બપોરે 12.30 વાગ્યાની આસપાસ સરદાર બ્રિજ અને આંબેડકર બ્રિજના વચ્ચેના રિવરફ્રન્ટ રોડ પર સામ સામેથી આવતી કિયા સેલટોસ અને હુંડાઇ વર્ના કાર ધડાકારભેદ અથડાઇ હતી. બંને ગાડીઓની ટ્ક્કર એટલી જોરદાર હતી કે કિયા કાર ફંગોળાઈને બાજુના રોડ ઉપર ધસી ગઈ હતી. જ્યારે વર્ના કારની પાછળથી આવતી બાઇક પણ કાર પાછળ ઘૂસી ગઈ હતી. અને બાઈકનો બૂકડો બોલી ગયો હતો. હાલ કિયા કાર ચાલકને ગંભીર ઇજાઓ થતાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.

Advertisement


 

 

 

 

 

સમગ્ર બાબતે જ્યારે મેરાન્યુઝની ટીમએ બાઇક સવાર પ્રણવ શાહ જોડે વાત કરતાં જણાવ્યુ હતું કે આજે મે હેલ્મેટ ન પહેર્યું હોટ તો ચોક્કસ મારૂ મોત થઈ ગયું હોત. હું રિવરફ્રન્ટ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્પીડમાં વર્ના ગાડી મારી આગળ જય રહી હતી. અને ત્યારે બાદ વર્ના કાર સામેથી આવતી કિયા કાર સાથે ટકરાઇ હતી. અને બને ગાડીઓ રોડ પર આડી થઈ ગઈ હતી જેથી હું પણ કારમાં ધસી ગયો હતો. અને ફાંગોળાઈને રોડની બીજી બાજુએ પડ્યો હતો. હેલ્મેટ પહેર્યું હતું એટલે બચી ગયો.