દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં જાણે ચોરી અને લૂંટની ઘટના સામાન્ય થઈ છે પરંતુ આનંદનગર વિસ્તારમાં ભર બપોરે એક ડિલિવરી બોયના બાઇક પરથી કોઈ બધા જ પાર્સલ લઈને ગાયબ થઈ ગયું. કુરિયારમાં આવેલા પાર્સલની ચોરી થવી એ આશ્ચર્યની વાત છે. આ અંગે ડિલિવરીનું કામ કરતાં વ્યક્તિએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા જીનલભાઈ ચુડાસમા જોધપુરમાં આવેલી ઈ-કોમ એક્સપ્રે કુરિયર કંપનીમાં કુરિયર બોય તરીકે ફરજ બજાવે છે. પોતાના ભાગ રૂપે 11 ઓક્ટોબરે જ્યારે તેમણે પાર્સલ કુરિયર કરવા નીકળ્યા ત્યારે સેટેલાઈટ વિસ્તારમાં હેતવી ટાવરની ગલીમાં આવેલા અવધ એપાર્ટમેન્ટમાં કુરિયર કરવા ગયા ત્યારે પાર્કિંગમાં પોતાનું બાઇક પાર્ક કર્યું અને બીજા અન્ય પાર્સલ બાઇક પર રહેલી બેગમાં મુખ્ય હતા અને સોસાયટીમાં કુરિયર આપવા ગયા હતા. ત્યારે કોઈ વ્યક્તિ તેમના બાઇક પર રહેલા પાર્સલ ચોરીને ભાગી ગયો હતો.


 

 

 

 

 

જીનલભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, " હું મારા નિત્યક્રમ મુજબ ઓફિસથી 70 જુદા જુદા પાર્સલ લઈને ડિલિવરી કરવા નીકળી હતો. 9 જેટલા પાર્સલ ડિલિવરી કર્યા બાદ સેટેલાઈટ વિસ્તારમાં આવેલા અવધ એપાર્ટમેન્ટમાં ડિલિવરી કરવા પહોંચ્યો હતો. ત્યાં બાકીના પાર્સલ ભરેલી બેગ મેઈન ગેટ આગળ પાર્ક કરેલી મારી બાઇકની સીટ ઉપર મૂકીને ગયો હતો. માત્ર પાંચ મિનિટમાં હું પરત આવ્યો ત્યાર બાઇકની સીટ પર રહેલી પાર્ષણની બેગ ન હતી જેથી મેં પોલીસને જાણ કરી અને પ્લીઝ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યો હતો, પરંતુ બેગમાં રહેલા અન્ય પાર્સલની માહિતી મારી પાસે ન હોવાને કારણે વિગતો પ્રાપ્ત કરીને 17 ઓક્ટોબરે ફરિયાદ નોંધાવવા આવ્યો છું."