મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: રાજ્યમાં હવે વાહનનોની વધતી માંગોને ઘ્યાનમાં રાખીને સેલ્ફ ડ્રાઈવ વાહનો ભાડે આપવાનો ક્રેઝ વધી રહ્યો છે. અનેક કંપનીઓ સેલ્ફ ડ્રાઈવ તરીકે વાહનો આપીને ગ્રાહકોને સંતોષ પૂરો પાડતા હોય છે. ત્યારે અનેક ભેજાબાજ લોકો આવી કંપનીઓને ચૂનો લગાડવાનું કામ કરતાં હોય છે. અમદાવાદમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. આમદવાદમાં ટુર એન્ડ ટ્રાવેલસનો ધંધો કરતાં વેપારીની બે કાર અને એક બાઇક લઈને ભેજાબાજે બારોબાર ગીરવે મૂકી દીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના બોપલમાં રહેતા હિતેષ ખોખરા શ્યામલ ચાર રસ્તા પાસે સાંઇવીર ટુર એન્ડ ટ્રાવેલની ઓફિસ રાખીને કાર ભાડે આપવાનો ધંધો કરે છે. ત્યારે ગઇકાલે તેમણે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે ગત ફેબ્રુવારી માહિનામાં રવિ વાંઝા અને તેનો મિત્ર સચિન તેમની ઓફિસ આવ્યા હતા અને કીયા સેલટોસ કાર બે મહિના માટે ભાડે માંગી હતી. રવિ તેમનો રેગ્યુલર ગ્રાહક હોવાથી તેના પર વિશ્વાસ મૂકીને એક દિવસના 4000 રૂપિયા ભાડા લેખે બે મહિનાના એડવાન્સ 100000 આપ્યા હતા. બે મહિના બાદ  સેલ્ટોસ કારના ભાડાના 1.50 લાખ ચૂકવ્યા અને કાર જમા કરાવવા આવે ત્યારે હિસાબ જોઈ લેવાનું કહ્યું.

Advertisement


 

 

 

 

 

ત્યારે બાદ ગત  મે મહિનામાં રવિ અને તેનો મિત્ર બંને ફરી હિતેષભાઈની ઓફિસે આવી એક મહિના માટે બુલેટ ભાડે માંગ્યું હતું. બુલેટ બાઇકના  રોજના 1000ના હિસાબ લેખે બંનેએ રૂ.10 હજાર એડવાન્સમાં ચૂકવ્યા. બાદમાં 16મી જૂને બંને હિતેષભાઈની ઓફિસે ગયા અને મિત્રને બહાર જવાનું કહી 20 દિવસ માટે હોન્ડા સિટી કાર ભાડે માંગી હતી. જેનું દૈનિક 2500 ભાડું નક્કી કરાયું. બંનેએ તેના માટે એડવાન્સમાં 50 હજાર ચૂકવ્યા. જોકે કાર ભાડાનોસમય પૂરો થઈ જતા હિતેષભાઈએ ફોન કરીને કાર મૂકી જવાનું કહેતા બંનેએ વધુ થોડા દિવસ ભાડું ચાલું રાખવા કહ્યું. આમ વારંવાર બંને વ્યક્તિ વિશ્વાસ અપાવી ત્રણેય વાહનો જમા નહોતા કરાવતા.

ત્યાર બાદ રવિ અને તેના મિત્રએ હિતેષનો ફોન ઉપડવાનું બંધ કરી ધીધુ હતું. તે બાદ હિતેષએ રવિના ઘરે જઈને તપાસ કરતાં પાડોશી જોડેથી જાણવા મળ્યું હતું કે તે ઘર ખાલી કરીને જતાં રહ્યા છે. હિતેષએ વાહનના જીપીએસથી વાહનનું લોકેશન ચેક કર્યું તો  તેમની સેલ્ટોસ કાર અને બુલેટ વેરાવળમાં અને હોન્ડા સિટી કાર સાવરકુંડલામાં હોવાનું જાણવા મળ્યું હતું. બંને જગ્યાએ જઈને વાહનની તપાસ કરતાં સેલ્ટોસ કાર અને બુલેટ 4 લાખમાં તથા હોન્ડા સિટી 2.50 લાખમાં ગીરવે મૂક્યા હોવાનું સામે આવ્યું હતું. જો કે આ બને લોકોએ ભાડાના  9.63 લાખ પણ ચૂકવ્યા ન હતા. જેથી હિતેષએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.