મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ટ્રાફિક પોલીસની મદદ કરવા માટે આપણે ત્યાં ટીઆરબી જવાનો તૈનાત કરાયા છે. જોકે આ ટીઆરબી જવાનો પૈકી ઘણા ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂંકને પગલે પોતાની નોકરીને જોખમમાં મુકી દીધી છે સાથે જ જે પરિવાર માટે તે કમાવવા નીકળ્યા હતા તે પરિવારને પણ આ કારણે સહન કરવાનો વારો આવે તેવી સ્થિતિ છે. અમદાવાદના 700 ટીઆરબી જવાનને છૂટા કરી દેવાયા છે. તેમને ગેરવર્તન અને ભ્રષ્ટાચારને પગલે કાર્યવાહી કરી છૂટા કરાયા છે.

Advertisement


 

 

 

 

 

નવા 700 જવાનોને આગામી ત્રણ વર્ષમાં ભરતી કરાશે. આ કાર્યવાહી સાથે તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અયોગ્ય વર્તન અને ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાય. નવા જે ભરતી પામશે તેમને ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ સાથે ભકતી કરવામાં આવશે. સાથે જ નવા ભરતી પામનાર ટીઆરબી જવાનો લોકો સાથે શાંતિપૂર્ણ વ્યવહાર, સોફ્ટ સ્કિલ, નિયમો, ટ્રાફીક રૂલ્સ એન્ડ રેલ્ગૂયલેશનની ટ્રેનિંગ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જે અન્ય શહેરોમાં પણ ટીઆરબી જવાનો છે જેઓ આ પ્રકારની હરકતો કરે છે તેમના માટે પણ આ એક ચેતવણી રૂપ બાબત છે, કારણ કે માત્ર અમદાવાદમાં જ નહીં પણ અન્ય સ્થાનો પર પણ ટીઆરબી જવાનોનો વ્યવહાર આ પ્રકારનો હોવાની ઘણી ઘટનાઓ છે. તે તમામ માટે અહીંથી જ અટકી જવા જેવી સ્થિતિ છે.