મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: અમદાવાદમાં માત્ર 24 જ કલાકમાં ચાર ચેઇન સ્નેચિંગની ઘટના બની છે. ગુજરાતને મહિલા સુરક્ષા માટે શ્રેષ્ઠ હોવાના બણગાં મારવામાં આવે છે ત્યારે માત્ર 24 કલાકના સમયગાળામાં 4 મહિલાઓના ગળામાંથી ચોરો ચેઇન ખેંચીને ભાગી જાય તેવી ઘટના ગુજરાતની મહિલા સુરક્ષા ઉપર પ્રશ્નો ઉભા કરે છે. અમદાવાદના ચાર આગળ અલગ સ્થળોએ અલગ અલગ સમયે ચાર મહિલાઓ સાથે રસ્તા ઉપર ચેઇન સ્નેચિંગની ઘટના બની છે.


 

 

 

 

 

ઘટના-1

બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા કૈલાસબહેન ગાંધી 17 ઓક્ટોબરે સાંજે 7.30 વાગ્યે રાણીપના પબોધ સર્કલ પાસેથી ચીમનભાઈ બ્રિજ તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન એક મોટરસાયકલ ઉપર બે વ્યક્તિ આવ્યા અને કૈલાસબહેને ગાળામાં પહેરેલુ 80,000ની કિંમતનું મંગળસૂત્ર ખેંચીને ભગી ગયા હતા. આ અંગે તેમણે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આગળની તાપસ પોલીસ સબ ઇન્સ્પેકર કે.એન.સોલંકી કરી રહ્યા છે.

ઘટના-2

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા ચંદ્રભાણ ગુપ્તા પોતાની પત્ની સાથે 16 ઓક્ટોબરની રાતે 10 વાગ્યે સુરેલીયા રોડથી વન્ડર પોઇન્ટ તરફ જઈ રહ્યા હતા. તે સમયે પાર્થ એપાર્ટમેન્ટની સામે એક મોટરસાયલ પર બે વ્યક્તિઓ એને તેમની પત્નીએ ગાળામાં પહેરેલી સોનાની ચેઇન અને પેંડલ જેની કિંમત 60,000 રૂપિયા છે તે ચોરીને ભાગી ગયા હતા. આ અને ચંદ્રભાણ ગુપ્તાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આગળની તાપસ પોલીસ સબ ઇન્સ્પેકટર બી.આર.ભાટી કરી રહ્યા છે.

ઘટના-3

વસ્ત્રાલમાં રહેતા સરસ્વતીબેહેન ગ્રામીણ 16 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે મુરલીધર સોસાયટીના ગેટ આગળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક્ટિવપર કોઈ એક વ્યક્તિ આવીને તેમણે ગળામાં પહેરીલું 90,000 રૂપિયાની કિંમતનું મંગળસૂત્ર ખેંચીને તોડીને ભાગી ગયો હતો. આ અંગે તેમણે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આગળની તાપસ પોલીસ સબ ઇન્સ્પેકટર બી.આર.ભાટી કરી રહ્યા છે.


 

 

 

 

 

ઘટના-4

અમદાવાદના કામોડ ગામમાં રહેતા જીવુંબહેન ભરવાડ 16 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે દાણીલીમડામાં કિચ્ચન કબ્રસ્તાન સામે પીરાણા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે લાલ કલરની મોટરસાયકાય પર આવેલો એક વ્યક્તિ તેમણે ગળામાં પહેરેલી 50,000 રૂપિયા કિંમતની ચેઇન ચોરીને ભાગી ગઈ હતો. આ અંગે તેમણે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આગળની તાપસ પોલીસ સબ ઇન્સ્પેકટર એન.પી.ગરાસિયા કરી રહ્યા છે.