મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદીઓ હવે થોડા સમયમાં તમે ઈલેક્ટ્રીક બસમાં પણ બેસી શકશો, આમ છે આ એક મજાની વાત. આ વાત ખુદ કોર્પોરેશન દ્વારા જાહેર કરાઈ છે. આવનારા સમયમાં વધુ 650 ઈલેક્ટ્રીક બસ અમદાવાદમાં દોડતી થશે, જેથી હલવે બીઆરટીએસ માટે વધુ રાહ જોવી નહીં પડે. આમ કુલ 900 બસ બીઆરટીએસ જનમાર્ગ પર દોડશે.

આજે બીઆરટીએસના અધિકારીઓની મ્યૂનિસિપલ કમિશનર સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં 300 ઈલેક્ટ્રીક બસનો વર્ક ઓર્ડર અપાયો છે. અગાઉ 350 ઈલેક્ટ્રીક બસો બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેનો ઓર્ડર અશોક લેનન અને ટાટા મોટર્સને આપવામાં આવ્યો હતો.

અગાઉ આપવામાં આવેલા 350 બસના ઓર્ડરમાંથી 50 બસ અમદાવાદમાં તૈયાર થઈને આવી ગઈ છે. જે આગામી 10 દિવસમાં દોડતી થશે અને આગામી 6થી 8 મહિનામાં તમામ બસો શહેરના માર્ગો પર દોડતી થશે. એટલે કે 2020નું વર્ષ અમદાવાદીઓનો વાહન વ્યવહાર વધુ સારો બનાવશે.