મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ હાલમાં જ નવા નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હજુ સત્તાની કમાન સંભાળ્યાને થોડા જ મહિનાઓ થયા છે. સામાન્ય વ્યક્તિને તો ઘણી વખત ધમકીઓ મળતી હોય છે પરંતુ બટુક મોરારિ બાપુ નામના શખ્સે ખુદ મુખ્યમંત્રી પાસે ખંડણી માગી છે અને નહીં તો ઉપાડીને ફેંકી દઈશ તેવી ધમકી આપી છે. 

હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં શખ્સ પોતાની ઓળખ બટુક મોરારિ બાપુ તરીકે આપે છે. તે પોતાને બનાસકાંઠા મહેશ ભગત બટુક મોરારી તરીકે સંબોધે છે. તેણે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને 5 તારીખ સુધી 1 કરોડ રૂપિયા પહોંચતા કરવા અને નહીં આપે તો ગુજરાતની ગાદી પર પટેલને કોઈ દિવસ રાજ નહીં કરવા દેવાય તેવી ધમકી આપી છે. જોકે ધમકી ધમકી જ લાગી રહી છે, પરંતુ આ ઘટનાનો વીડિયો હાલ જોરદાર વાયરલ થવા લાગ્યો છે. અહીં અહેવાલના અંતમાં તેણે આપેલી ધમકીનો વાયરલ થઈ રહેલો વીડિયો દર્શાવાયો છે.

Advertisement


 

 

 

 

 

માનનીય મુખ્યમંત્રી હું રામકથા કાર બટુક મોરારી બાપું છું. બનાસકાંઠા મહેશ ભગત બટુક મોરારી છું. મારો નંબર છે 96243*** .11 દિવસની અંદર એટલે કે 7 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી મોકલાવી દેજો. નહીં તો ગુજરાતમાં કોઈ દિ' પટેલને રાજ નહીં કરવા દઉં અને તુ પણ અકસ્માતમાં માર્યો જઈશ. 1 કરોડ રૂપિયા પહોંચાડી દે જે ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સમજી ગયા. તમને ગાદી પર બેસાડ્યા છેને તો 1 કરોડ રૂપિયા પહોંચાડી દો. સમજ્યા... 1 કરોડ. એક રૂપિયો ઓછો નહીં અને એ પણ આજે તારીખ 25 થઈ છે. 26, 27, 28, 29, 30, 31, 1, 2, 3, 4 અને 5મી તારીખ સુધી ગમેતે માણસ પાસે મને મોકલાવી દેજો. તો એટેસથી રાજ કરશો અને ગુજરાતની ગાદી પટેલોની રહેશે. નહીંતર દોસ્ત ત્રણ મહિનાની અંદર તને ઉપાડીને ફેંકી દઈશ. બટુક મોરારી બાપુ બોલું મહેશ ભગત વાવ... સીસીસીસીસી. જુઓ વીડિયો