મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ હાલ અમદાવાદા મોટેરાનો માહોલ એવો છે કે અહીં ક્યાંક જો કોઈ વાસણ પણ જોરથી પડે તો પણ તમામ ત્યાં દોડી જાય અને તુરંત તપાસ થવા લાગે. ટુંકમાં અહીં ખાસ સુરક્ષાની બાબતમાં તમામ કર્મચારીઓ અધિકારીઓ એલર્ટ છે. હવે જ્યારે ટ્રમ્પ આવતીકાલે આવી રહ્યા છે ત્યારે અહીં તેઓ જે ગેટ નીચેથી પાસાર થવાના હતા તે જ ગેટ નંબર ભારે પવનમાં તૂટી પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હાલ પવન થોડો ભારે ફૂંકાઈ રહ્યો છે. આજે આ ઉપરાંત લોકો માટેનો જે ગેટ છે ત્યાં પણ એક મોટું હોર્ડીંગ લગાવાયું હતું જે પણ ભારે પવનથી તૂટી પડ્યું હતું. જેને કારણે પણ ભારે દોડધામ મચી ગઈ હતી. રાજ્યના અન્ય શહેર જિલ્લાઓમાંથી પણ અહીં પોલીસને બોલાવાઈ છે. જોકે પોલીસને અહીં હાલ જમવાની ઘણી તકલીફ પણ પડી રહી છે. આજે અમિત શાહની પણ અહીં (અમદાવાદમાં) થનારી એન્ટ્રીએ પણ પોલીસને દોડતી કરી મુકી છે. તેવા સંજોગોમાં પોલીસ માટે કામ કરવું ભારે કપરું બન્યું છે. ખાવા-પીવાના કાંઈ ઠેકાણા નથી તેવું અહીં આવો તો અવશ્ય સાંભળવા મળે. ટ્રમ્પ માટે તો ભરપુર આયોજનો કર્યા છે પરંતુ તે મોંઘેરા મહેમાનની સુરક્ષા જેમના ખભે છે તેમના માટે આયોજનો કરવામાં સરકારી બાબૂઓ દર વખતની જેમ થાપ ખાઈ ગયા છે.
આજે જ્યારે તમામ કામમાં વ્યસ્ત હતા ત્યારે ભારે પવનને કારણે મોટેરા સ્ટેડિયમનો ગેટ નં ઉડીને નીચે પડ્યો હતો. જોકે આ કોઈના ઉપર ન પડ્યો અને જમીન પર પટકાયો હતો અને કોઈ જાનહાની થઈ ન હતી. જેથી તમામ લોકોએ હાંશકારો અનુભવ્યો હતો. જોકે આવી ઘટના જો આવતીકાલે બની હોત તો... અહીં આ ગેટ પરથી વીવીઆઈપી એન્ટ્રી થવાની છે અને આવી દુર્ઘટના? આમે સરકાર દર વખતની જેમ દેખાડામાં ક્વોલીટીનું ધ્યાન ક્યાં રાખે જ છે. રોડ બનાવી તો દીધા છે ટ્રમ્પ માટે પરંતુ કેટલા ચાલશે તે સહુ જાણે છે. આવી વિવિધ ચર્ચાઓ પણ અહીં સાંભળવા મળી જાય છે.