જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં ઘણા સમયથી બિમારી, રોજગારી, ધંધાઓને લઈને લોકોમાં માનસિકતા પર અસર પડી રહી છે. લોકો પોતાના જીવનમાં આવતી સમસ્યાનો ઉકેલ ન મળતાં જીવન ટૂંકાવવા પર મજબૂર બની જતો હોય છે તેવામાં  એન્ટી કરપ્શન બ્યુરોના સંયુક્ત નિયામકતના  કમાન્ડોએ દેવદૂત બની બે લોકોને  બચાવી નવજીવન આપ્યું છે.

ઘનશ્યામસિંહ જાડેજા જે પોલીસ કોન્સ્ટેબલ છે અને એન્ટી કરપ્શન બ્યુરોના સંયુક્ત નિયામકના કમાન્ડો તરીકે ફરજ બજાવે છે ગઈકાલે ઘનશ્યામસિંહ પોતાના આઠ વર્ષના પુત્રની સારવાર કરાવીને ભાટ ગામેથી આવતા હતા. તે દરમિયાન નર્મદા કેનાલ પર લોકોનું ટોળું જોયું હતું. ટોળામાં ઉભેલા લોકો ડૂબતા વ્યક્તિનો વીડિયો ઉતારતા હતા. ઘનશ્યામસિંહ આ દ્રશ્ય જોઈને ચોંકી ઉઠ્યા હતા. તે વ્યક્તિને બચાવવા માટે ટોળામાંથી કોઈ વ્યક્તિએ સાહસ ન્હતું કર્યું અને ડૂબતા વ્યક્તિનો વીડિયો ઉતારવામાં લોકો મસ્ત હતા. તેવામાં ઘનશ્યામસિંહએ સમયસૂચકતા દાખવી અને તરત જ ગાડીમાંથી પકડ કાઢીને કેનાલ પાસે જે ફેન્સિંગ કરેલું હતું. તેના તાર કાપી ઉભેલા ટોળાની મદદ માંગી જેથી ટોળામાંથી બે જ વ્યક્તિ તૈયાર થયા હતા. જેથી ધનશ્યામસિંહએ કેનાલમાં ડૂબકી લગાવી અને ડૂબતી વ્યક્તિને તરત જ કેનાલ માંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો. યુવક પાણી પી ગયો હોવાથી તેને જમીન પર સુવડાઈને પેટ અને છાતીના ભાગે પ્રેશર આપી પાણી શરીર માંથી બહાર કાઢ્યું હતું અને વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Advertisement


 

 

 

 

 

બીજી બાજુ ઘનશ્યામસિંહ પુત્રને ઘરે મૂકી ફરજ પર પાછા આવી રહ્યા હતા ત્યારે આજ કેનાલ પાસે લોકોનું ફરી ટોળું ભેગું થયેલું હતું. જેથી ઘનશ્યામસિંહએ ત્યાં જઈને જોયું તો અગાઉ જે સવારે 12 વાગે બનાવ બન્યો હતો અને જે તારનો ઉપયોગ કરી ઘનશ્યામસિંહએ યુવકને બચાવ્યો હતો તે જ તારની મદદથી લોકોએ બીજી કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવા કેનાલમાં પડ્યા હતા તેમને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જેથી ઘનશ્યામસિંહ તે વ્યક્તિને બહાર કાઢવા મદદે આવી પહોંચ્યા હતા. 

ઘનશ્યામસિંહ જાડેજાની સુજબુજથી બે લોકોને મોતના મોઢામાંથી પાછા ખેંચી લાવ્યા હતા. જેથી એસીબી દ્વારા ઘનશ્યામસિંહની પ્રશંસનીય કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. તે ઉપરાંત લાઇફ સેવિંગ મેડલ માટે એસીબી અમદાવાદ દ્વારા ઘનશ્યામસિંહ જાડેજાની ભલામણ કરવામાં આવશે.