મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ પ્રેમ આંધળો હોય છે. આ વાતને સાર્થક કરતો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં પતિ અને બે સંતાનો સાથે રહેલી પરણિતાને પાડોશીમાં રહેતા યુવાન જોડે પ્રેમ પ્રકરણ શરૂ કરવું ભારે પડી ગયું છે. જો કે આવા કિસ્સઓમાં અંતે પસ્તાવાનો વારો જ આવે છે. પ્રેમીએ લગ્નની લાલચ આપીને લગ્ન કર્યા વગર જ મહિલાને ગર્ભવતી કરી હતી. જોકે સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશનમાં પોંહાચ્યો છે.

અમદાવાદના નારોલ વિસ્તારમાં બે સંતાનની માતા તેના પતિ સાથે રહીને જીવન ગુજારી રહી હતી. પરંતુ પડોશમાં રહેતા યુવક સાથે પ્રેમ થતાં પતિ પત્નીના સબંધમાં ભંગાણ પડ્યું હતું. પાડોશીએ અપરણિતાને તેના પતિ કરતા વધારે ખુશ રાખી અને મહિલાના બાળકોને સાચવવાની લાલચ આપી હતી. પરણિતા પાડોશી યુવકના પ્રેમમાં એ હદએ મોહી ગઈ કે તેને તેના પતિ અને બાળકોનો ક્ષણભર માટે પણ વિચાર ન આવ્યો અને પોતાના પતિને છૂટાછેડા આપી દીધા.

ત્યાર બાદ મહિલાએ પાડોશી યુવક સાથે જીવન વિતાવવાનું નક્કી કરીને તેના જોડે રેહવા લાગી. જ્યાં સુધી લગ્ન નહીં થાય ત્યાં સુધી શારીરિક સબંધ બાંધવાની મહિલાએ ઇનકાર કર્યો હતો પરંતુ મહિલાના કહ્યાનુસાર આરોપીએ બળજબીપૂર્વક અનેક વખત શારીરિક સબંધ બાંધતો હતો. અંતે મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી. તેમ છતાં યુવકે લગ્ન ન કરતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.