મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ લોકડાઉનના સમયમાં એક તરફ લોકોના ધંધા-કામ બંધ હતા, જેનું પરિણામ લોકોને હજુ પણ રોજગારમાં ભોગવવું પડી રહ્યું છે. જોકે કેટલાક એવા વ્યક્તિઓ પણ છે કે જેમને આ લોકડાઉન દરમિયાનમાં પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાના માટે કાંઈક અલગ કરી લેવાનો સમય મળી ગયો હતો. આવો જ એક યુવાન છે, કે જેણે એલએલબીની સેમેસ્ટર 2ની પરીક્ષામાં 100 ટકા પરિણામ મેળવ્યું છે. અમદાવાદના આ યુવાન સાથે જ્યારે વાત કરી તો જાણવા મળ્યું કે તેઓ પરણિત હતા, તેમની સાથે ગમ્મત કરતાં પુછ્યું કે લગ્ન થઈ ગયા છે આપના, આપ પોતે સીએ છો તો પણ તમારું પરિણામ 100 ટકા કેવી રીતે... તેમણે હસતા હસતા જવાબ આપ્યો કે લોડાઉનમાં સમય મળી ગયો.

અમદાવાદની શાંતિપુરા ચોકડી પાસે આવેલી ગોકુલધામ ટાઉનશીપમાં રહેતા સંજયકુમાર પ્રવિણભાઈ ઠક્કર પોતે સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) છે. 30 વર્ષીય સંજયભાઈના પિતા ગ્રોસરી સ્ટોર ચલાવતા હતા, જોકે હાલ તેઓ નિવૃત્ત જીવન ગાળે છે. તેમના પરિવારમાં તેમના ભાઈ ભાભી, પત્ની સહિત એક હર્યોભર્યો પરિવાર છે. એક રીતે કહી શકાય કે પારિવારીક, પ્રોફેશન અને સામાજીક વ્યસ્તતા વાળું જીવન. જોકે તેમણે હાલ એલએલબીની પરીક્ષામાં 500માંથી 500 તમામ વિષયમાં અને ઓપ્શનલ 2 વિષયમાં 200માંથી 200 એમ 700માંથી 700 માર્ક્સ મેળવ્યા છે. જોકે આવું કરનારા સંજયભાઈ સિવાય અન્ય એક સંજયભાઈ પણ છે. જેઓ બંને આ રિઝલ્ટ સાથે ટોપર છે.


 

 

 

 

તેમના પરિણામ અંગે મેરાન્યૂઝના પત્રકાર સાથે તેમણે વાત કરી હતી. તેમણે આ વાતચિત દરમિયાન કહ્યું કે તેમના પહેલા સેમેસ્ટરમાં 55 ટકા હતા. જે જાણીને આશ્ચર્ય થયું કે પહેલા સેમેસ્ટરમાં 55 ટકા અને બીજા સેમેસ્ટરમાં 100 ટકા કેવી રીતે. તેમને ગમ્મત કરતાં પુછ્યું કે લગ્ન થઈ ગયા છે તમારા અને તમે પોતે સીએ છો, ગત સેમેસ્ટરમાં 55 ટકા હતા, બીજા સેમેસ્ટરમાં તમારું પરિણામ 100 ટકા કેવી રીતે... તેમણે હસતા હસતા જવાબ આપ્યો કે લોડાઉનમાં સમય મળી ગયો. તેમણે એ પણ ઉમેર્યું કે યુનિવર્સિટીએ આ પરિક્સા ઓનલાઈન લીધી હતી.

તેમણે કહ્યું કે, અગાઉ સેમેસ્ટર 1માં ડિસ્ક્રીપ્ટીવ પરિક્ષા લેવાઈ હતી, જેમાં જાતે ત્યાં જવાનું અને ડિસ્ક્રીપ્ટીવ આન્સર્સ આપવાના હોય. જોક આ વખતે કોરોનાની સ્થિતિને પગલે ઓનલાઈન એક્ઝામ લેવાઈ હતી. ઓનલાઈનમાં એમસીક્યૂ હતા. જેમાં ડિસ્ક્રીપ્ટીવ આન્સર્સ લખવાના ન આવે. સાથે જ નેગેટિવ માર્કિંગ પણ ન્હોતું. સાથે જ લોકડાઉનના સમયનો ઉપયોગ કરીને વાંચનમાં મન પરોવ્યું અને સમય પણ વાંચન માટે મળ્યો જેને કારણે પરીક્ષા મારા માટે વધુ સરળ બની હતી.