મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં લોકોની અવરજવરથી ધમધમતા રહેતા વિસ્તાર લાલદરવાજા પાસેના વીજળી ઘર સામેની હનુમાન ગલીમાં આજે સાંજે ફાયરિંગની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના બની હતી. જોકે પોલીસે તે ઘટનામાં શખ્સને ઝડપી પણ પાડ્યો છે. જ્યારે અહીં આ ઘટનામાં મયુ નામના એક વ્યક્તિ પર ફાયરિંગ થયું હોવાની વિગતો ળી રહી છે.

આ મયુને ક્રાઈમ બ્રાન્ચનો બાતમિદાર પણ કહેવામાં આવે છે જોકે તે કેટલું સાચુ છે તેની વિગતો નક્કર રીતે સામે આવી રહી નથી પરંતુ તેની સામે અજાણ્યા વાહન પર આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ કર્યું છે. બે પિસ્તોલ વડે ફાયરિંગનો પ્રયત્ન કરાયો હતો. જોકે પહેલી વખત ફાયરિંગ થયું નથી તો બીજા હાથમાં રહેલી પિસ્તોલ વડે શખ્સે ફાયરિંગ કર્યું હતું. જેને પગલે મયુની બાજુમાંથી ગોળી નીકળી ગઈ હતી. જોકે આ ફાયરિંગ પાછળનો હેતુ શું હતો તે હજુ જાણી શકાયું નથી.