મિલન ઠક્કર / દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદની શેલ્બી હોસ્પિટલ હંમેશા વિવાદો વચ્ચે ઘેરાયેલી રહી છે. દર્દઓને આપવામાં આવતા ઊંચા બીલ હોય કે કોઈ દર્દીની સારવાર હોય, કે કોઈ સરકારી નિયમો હોય હોસ્પિટલ ઘણી વાર વિવાદોમાં સરકતી રહી છે. વધુ એક વાર એક મહિલાના ઘુંટણના રિપ્લેશમેન્ટના ઓપરેશનમાં ભુલ થઈ હોવાનો આક્ષેપ તે મહિલાની દીકરી દ્વારા લગાવવામાં આવ્યો છે. જેને કારણે હવે હાલત એવી થઈ છે કે લોહી ચઢાવવું પડ્યું, પાંચ લાખથી વધુનું બીલ ચુકવી ચુકી છે. છત્તાં હોસ્પિટલ દીકરીને હાઈકોર્ટની બીક બતાવે છે. હાલમાં જ્યારે દીકરીની આ પરેશાની વાયરલ થઈ ત્યારે સમાજના ઘણા લોકો તેને ટેકો આપવા આજે શેલ્બી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં પોલીસે તેની અને અન્યોની અટકાયત કરી છે.

દીકરીએ વારંવાર 100 નંબર પર ફોન કર્યા છત્તાં તેની ફરિયાદ લેવાઈ નથી, તેણે ઘણા ઉચ્ચ અધિકારીઓ સાથે ન્યાયની માગ કરી પરંતુ ફરિયાદ પણ જ્યાં નોંધાવામાં આટલો સમય કે આનાકાનીઓ થતી હોય ત્યાં ન્યાયની અપેક્ષા કેટલી તે એક કડવો સવાલ છે. અહીં આ દીકરીની સમગ્ર વાતચિત આપ સમક્ષ રજુ કરવામાં આવી છે. આ બનાવ એસજી હાઈવે પર આવેલી શેલ્બી હોસ્પિટલનો છે. જ્યાં દીકરી બંસરી ઠક્કર પોતાની 62 વર્ષિય માતા માધવી ઠક્કરના ની રિપ્લેસમેન્ટ (ઘુંટણના ઓપરેશન) માટે ત્યાં ગયા હતા પછી શું થયું તે તમામ વિગતો અહીં વીડિયોમાં દીકરીના શબ્દોમાં સાંભળો. 

શેલ્બી હોસ્પિટલના ચેરમેન ડો. વિક્રમ શાહ સાથે આ સંદર્ભમાં વાત કરવાનો અમારા પ્રતિનિધિ દ્વારા પ્રયત્ન કરાયો હતો. જોકે તેમણે ફોન કે મેસેજનો જવાબ આપ્યો ન્હોતો. જોકે આ સંદર્ભમાં શેલ્બી હોસ્પિટલના ડો. હાર્દિક ઠક્કર સાથે વાત થતાં તેમણે જણાવ્યું કે આજે અમે આ ઘટના સંદર્ભમાં જાણકારી આપી શકીશું નહીં. ડો. શ્રીકુંજ પટેલ અને ડો. નિખિલ લાલા દ્વારા આ સંદર્ભમાં આવતીકાલે વધુ જાણકારી આપવામાં આવશે, કારણ કે આજે રવિવાર છે.


 

 

 

 

 

આ સંદર્ભમાં આઈપીએસ પ્રેમસુખ ડેલુ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, કોઈ પણ હોસ્પિટલ કે ડોકટર વિરુદ્ધ ફરિયાદ કરવામાં માટે પોલીસને એક પ્રોસિઝર ફોલો કરવાની હોય છે. જે અંતર્ગત ફરિયાદી અને હોસ્પિટલ અથવા ડોકટર દ્વારા સબમિટ કરવામાં આવતા ડોક્યુમેન્ટ્સ અને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર પાસે તપાસ માટે મોકલી આપીએ છે અને એમાં હોસ્પિટલ કે ડોક્ટરનો વાંક હોય તો જ એની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.