મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં આવકવેરા વિભાગ દ્વારા 20થી વધુ સ્થળો પર દરોડા કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આવક વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. આવકવેરા વિભાગની અલગ અલગ ટીમ દ્વારા 20થી વધુ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. 50થી વધુ અધિકારીઓ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે. આ દરોડા અમદાવાદના મોટા મોટા બિલ્ડરોને ત્યાં પાડવામાં આવ્યા છે.

માહિતી પ્રમાણે દિનેશ જૈન , અજય શ્રીધર, રાજુ પટેલ અને મારુતિ ગ્રુપના શરદ પટેલને ત્યાં સર્વે હાથ ધરવામાં આવ્યા છે. જેના પગલે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાઉસ ઓફ ફર્નિચર (HOF)ને ત્યાં પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ અંગેની વધુ માહિતી એકત્ર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. જે મળતાં જ આપને તેની પણ જાણકારી અહીં દર્શાવવામાં આવશે.