જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં સોશિયલ મીડિયાના માધ્યમથી રૂપસુંદરીઓ વેપારીઓને અદા અને જલવા પર ફીદા કરી મિત્ર બનાવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના વધુ એક PSIની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અગાઉ પોલીસ ઇન્સ્પેક્ટર ગીતા પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. 

ફેસબુકમાં ફેક આઇડી મારફતે ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી માણસોને ફસાવી તેઓના વિરુદ્ધમાં બળાત્કાર અને રેપની અરજીઓ આપી બળાત્કાર તેમજ પોક્સો જેવા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી સમાધાન પેટે પૈસા બળજબરીથી કઢાવી તેમજ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ધમકી આપી રૂપિયા પડાવ્યા હોવાની બાબતની ફરિયાદ 3 ફેબ્રુઆરીએ મહિલા ક્રાઇમબ્રાન્ચ કચેરીના મદદનીશ પોલીસ કમિશ્નરને મળી હતી. જેની તાપસમાં ક્રાઇમ બ્રાન્ચએ જીતેન્દ્ર ઉર્ફે જીતુ મોદી, બીપીન પરમાર, ઉન્નતી ઉર્ફે રાધીકા રાજપુત અને જાનવી ઉર્ફે જીનલ પઢીયારની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન  પોલીસ ઇન્સ્પેક્ટર ગીતા પઠાણની સંડોવણી બહાર આવતા ક્રાઈમ બ્રાંચે તેમની ધરપકડ કરી હતી.

આરોપી પી.આઈ ગીતા પઠાણની પૂછપરછ કરતાં પીએસઆઈ જે.કે બ્રહ્મભટ્ટ અને  મહિલા હેડ કોન્સ્ટેબલ શાદરાબેન ખાંટનું નામ સામે આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે આજે બપોરે પોલીસ સબ ઈન્સ્પેકટર જે.કે બ્રહ્મભટ્ટ ઝડપી પડ્યો છે.

Advertisement


 

 

 

 

 

આ ગેંગની લલાઓ વેપારીઓ સાથે મિત્રતા કરી હોટલમાં લઈ જતી હતી અને  ત્યારે બાદ આ ગેંગ યુવતીઓના નામે વેપારીઓને ફોન કરી પોલીસ સ્ટેશન બોલાવીને સેટલમેન્ટ કરતી હતી. આ ગેંગનો શિકાર અનેક વેપારીઓ બન્યા હતા. સૂત્રોઅનુસાર માત્ર 4 વેપારીઓ પાસેથી જ 26 લાખ ખંખેરી લીધા હતા. 

 

ક્રાઇમ બ્રાન્ચએ અત્યારે સુધી આ ગેંગના જીતેન્દ્ર ઉર્ફ જીતુ,બિપિન ભાઇ શનાભાઇ પરમાર (વકીલ), ઉન્નતી ઉર્ફ રાઘીકા, જાનવી ઉર્ફ જીનલ, ગીતાબાનું હયાતખાન પઠાણ (PI), અમરબેન ઉર્ફ અમર, શારદાબેન નાનજીભાઇ ખાાંટ (head constable), જે.કે બ્રહ્મભટ્ટ (PSI)ને ઝડપી પાડ્યા છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી હતી કે કેમ તેની વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.