દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): છેલ્લાં કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસ બુલેટ ટ્રેનની ગતિએ વધી રહ્યા હતા. તેવા સમયમાં ગુજરાત અને અમદાવાદ માટે એક રાહતના સમાચાર મળ્યા છે. ગઈ કાલે ગુજરાતમાં ૧૨૯૭૮ કેસ નોંધાયા હતા જે છેલ્લા કેટલાક દિવસોમાં સરખામણીમાં ઓછા છે. અમદાવાદમાં પણ કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં ૪૬૮૩ કેસ નોંધાયા હતા જે છેલ્લા કેટલાક દિવસથી ૫૦૦૦ થી વધારે રહેતા હતા. અમદાવાદીઓ માટે સારા સમાચાર એ છે કે, હોસ્પિટલ્સ બહાર લાગતી લાંબી લાઈનો નહિવત થતી જાય છે, જોકે આ હરખાઈ જવાય અને તેમાં ઘેલા થવાય એવું પણ નથી.

આ અંગે તપાસ કરવા માટે મેરાન્યુઝની ટીમે અમદાવાદની અલગ અલગ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સ્થિતિ કર્યું હતું. જેમાં અમદાવાદ અસારવા ખાતે આવેલી ૧૨૦૦ બેડ કોવીડ સ્પેશિયલ હોસ્પિટલ, SVP હોસ્પિટલ, LG હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, સોલા સિવિલ વગેરે હોસ્પિટલમાં રૂબરૂ જઈ ને ચેક કર્યું હતું. રોજ આ બધી હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સની લાંબી લાંબી કતારો જોવા મળતી હતી. જે કાલે રાતે બિલકુલ નહિવત પ્રમાણમાં જોવા મળી હતી.


 

 

 

 

 

અમારી ટીમ દ્વારા ગઈ કાલે રાત્રે અમદાવાદના હાટકેશ્વર, જમાલપુર, વી.એસ., લીલા નગર અને વાડજ સ્મશાનની પણ મુલાકાત લીધી હતી. જેમાંથી હાટકેશ્વર સિવાય બીજી કોઈ જગ્યાએ અંતિમક્રિયા માટે કતારો જોવા મળી ન હતી.

મેરાન્યુઝની આપ સૌને વિનંતી છે કે ભલે લાઈનોમાં ઘટાડો જોવા મળ્યો હોય પણ હજુ કોરોના ગયો નથી રોજ નવા કેસ નોંધાય છે, બેદરકારી દાખવશો નહિ. જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો. માસ્ક પહેરો અને સોશિયલ ડીસટન્સ જાળવો. વધારે ભીડભાડ વાળી જગ્યા એ જવાનું ટાળો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.