મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: બ્રહ્મસેનાં પ્રેરિત દુર્ગાધામ વિકાસ સંસ્થાનની પ્રથમ મિટિંગ ટાગોર હૉલ ખાતે સાંજે 7 વાગ્યે અમદાવાદ ખાતે યોજાઈ હતી. કેસરડી ગામ બાવળા પાસે 300 વીઘા જમીનમાં દુર્ગાધામ સંકુલનું નિર્માણ થશે. બ્રહ્મસમાજની એકતાનાં પ્રતિક દુર્ગાધામની રુપરેખા અને આયોજન માટેની વિગત આપવામાં આવી હતી. સંસ્થાન 150 વીઘા જમીન માં 1008 રહેણાક માટેના પ્લોટ બનાવાયા છે જેનું બુકીંગ પણ કરવામાં આવ્યું હતું. બાકી ની 150 વીઘા જમીનમાં દુર્ગા મંદિર, સપ્તૃ રુસી મંદિર, ભાગવાન પરશુરામ મંદિર અને વિવિધ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે. રવિવારે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન સમાજની હાલની પરિસ્થિતી અને વિવિધ સમસ્યાઓ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 

બ્રહ્મસેના પ્રમુખ ભાવેશ રાજ્યગુરુએ દુર્ગાધામનાં વિવિધ પ્રોજેક્ટ અંગે જાહેરાત કરી હતી. દુર્ગાધામમાં મેડીકલ કોલેજ, સ્પોર્ટ્સ સંકુલ, એજ્યુકેશન સંકુલ કેવું બનશે તેની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કરેલી જાહેરાત પ્રમાણે બ્રાહ્મણ સમાજની ઉત્પત્તિ વિષયક દુર્ગાધામમાં મ્યુઝીયમ બનાવવામાં આવશે. 108 સભ્યોને દુર્ગાધામ નિર્માણ કમિટીનાં મેમ્બર બનાવવામાં આવ્યા હતા. કર્મકાંડી માટે યજ્ઞ શાળા બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. 10,000 બહેનોને રોજગારી માટે ગૃહ ઉદ્યોગ ફેકટરી નિર્માણ કરવામાં આવશે. દુર્ગાધામમાં 5 સ્ટાર ક્લબ, સ્વિમિંગ પૂલ, અમુઝમેન્ટ પાર્ક, ગાર્ડન વગેરે ની રચના માટે કમિટી રચાઈ, દુર્ગાધામને ડેશ્ટિનેશન વેડીંગ સ્પોટ તરીકે વિકસાવવામાં આવશે. દુર્ગાધામમાં ગૌશાળા, ઘરડા ઘર ઘર પણ બનાવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે,
તમામ બાબતોની ઝીણવટ પુર્વકની ચર્ચા માટે સમાજનાં તમામ રાજકિય સામાજીક અગ્રણીઓ જ્ઞાતિ મંડળો એ હાજરી આપી હતી.

સમાજના ડોક્ટર્સ, સી.એ, એન્જિનિયર, શિક્ષકો, વિવિધ મંડળોના પ્રમુખો, સરકારી અધિકારીઓ, એડવોકેટ, એન. આર. આઈ અને ઉદ્યોગપતિઓ હજાર રહ્યા હતા, બ્રહ્મ સમાજના વિકાસ કાર્યોમાં સેવા આપવાનું વચન આપ્યુ હતું. (અહેવાલ અને તસવીર સહાભાર- મહેશ ઠાકર, અમદાવાદ )