મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગોતા બ્રીજથી સોલા તરફ જવાના બ્રીજ ઉતરતી વખતે, અત્યંત ઝડપી આવી રહેલી ગાડીએ ધડાધડ પલ્ટીઓ ખાધી હતી. જોકે ડ્રાઈવર સલામત હોવાનું સ્થાનીકોએ જણાવ્યું હતું. નજરે જોનારાઓના કહ્યા મુજબ ચાલક કોઈ યુવક હતો જે ગાડીના દરવાજા લોક થઈ ગયા હોઈ, પાછળના તૂટેલા કાચમાંથી સલામત બહાર નીકળ્યો હતો. જોકે ત્યાં એક વ્યકિતને ગાડીને ટક્કર વાગતા તેને પગમાં ઈજાઓ થઈ છે.