મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: અમદાવાદ નજીક આવેલા બાવળા શહેરનાં રામનગરમાં યુવતીએ ફોનમાં વીડિયો રેકોડિંગ કરીને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. બાવળા પાસે આવેલા રામનગરમાં આવેલા ઇન્દિરા આવાસમાં રહેતાં મંજુબેન પ્રવિણભાઇ ઉર્ફે જેણો દેવીપુજકે બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે 2018ની સાલમાં મારી દીકરી નેહાબેન મારા નણંદના દીકરા રાજુભાઇ જોરૂભાઇ દેવીપુજક (રહેવાસી,રામનગર)ની સાથે ભાગી ગઇ હોવાથી બાવળા પોલીસમાં પોકસોની ફરિયાદ આપી હતી. પછી મારી નંણદનો દિકરો રાજુભાઇ સાબરમતી સેન્ટ્રલ જેલમાં હતો. હાલમાં તેઓ જામીન ઉપર છૂટેલો છે કે કેમ તેની મને ખબર નથી. ત્યારથી મારી નણંદ ઘરના માણસોને અવાર નવાર સમાઘાન માટે દબાણ કરતા હતા. 

Advertisement


 

 

 

 

 

દરમિયાન મંગળવારે સવારના નવ વાગ્યે હું તથા મારો દીકરો ચા પાણીની લારી ઉપર ગયેલા અને બપોરે એક વાગ્યે મારી દીકરી નેહાબેન જમવાનું બનાવી ટીફીન દેવા આવી ત્યારે મને તથા મારા દિકરાને વાત કરી હતી કે હું થોડા દિવસ પહેલા દુકાને વસ્તુ લેવા માટે ગઇ હતી ત્યારે મારી ફોઇ રમીલાબેન જોરૂભાઇ દેવીપુજક તથા સુનિતાબેન રાજુભાઇ મને મળેલા અને મને દબાણ કરતા હતા કે તે મારા દિકરા રાજુભાઇ ઉપર કરેલ કેસ પાછો ખેચી લે અને સમાઘાન કરી દે તેમ કહેતા હતા અને તું સમાધાન નહી કરે તો તારો સંબધ સાણંદ કરવાનો છે ત્યાં હું તારી બધી વાત કરી દઇશ તેવું મને કહેતા હતા. તેવી વાત કરી હતી. જેથી મે મારી દીકરી નેહાબેનને સમજાવીને ઘરે પરત મોકલી આપી હતી.

Advertisement


 

 

 

 

 

ફરિયાદમાં તેણે વધુંમાં જણાવ્યું છે કે, ત્યારબાદ સાડા છ વાગ્યે મારા દિકરા પુનમના ફોન ઉપર મારા જેઠાણીનો ફોન આવ્યો હતો કે નેહાબેને ઘરે ગળે ફાસો ખાધેલો છે તેવી વાત કરતા હુ તથા મારો દિકરો પુનમભાઇ તાત્કાલિક ઘરે આવેલા અને ઘરે જોયેલું તો મારી દીકરી નેહાબેન ઘરે દુપટ્ટા વડે પંખા સાથે ગળેફાસો ખાધો હતો. પોલીસને જાણ કરતાં પોલીસ આવી ગઈ હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તેનો મોબાઇલની તપાસ કરતા ગળેફાંસો ખાવાની તૈયારી કરતી હોય તેવા ફોટા તથા એક વીડિયો બનાવેલો હોય જે વીડિયો જોતાં તેનો ચહેરો દેખાતો નથી પણ તેના અવાજે બોલે છે કે આનુ અસલી કારણ રમલી તથા તેના દીકરાની વહુ છે. જેથી મારી નણંદ રમીલાબેન દેવીપુજક અને સુનિતાબેન રાજુભાઇ દેવીપુજક બંને અવાર નવાર અગાઉ કરેલા કેસનું સમાઘાન કરવા માટે દબાણ કરી મરવા માટે મજબુર કરી હતી.