મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં સગીરા પર તેના જ ફ્લેટમાં રહેતા અન્ય એક સગીરે દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે. સગીરાને ફ્લેટના ધાબા પર રમવાનું કહેતા તે ગઈ હતી દરમિયાન એકલતાનો લાભ લઈ કિશોરે તેની સાથે દુષ્કર્મ કરતાં ચકચાર મચી ગઈ હતી. જોકે ઘટનાની સત્યતા શું છે તે અંગે પોલીસ વધુ તપાસની તજવીજ હાથ ધરી રહી છે.

આમ તો હવે પશ્ચિમી સંસ્કૃતિ પાછળ ઘેલા બનેલા આપણા સમાજમાં હવે પશ્ચિમી સંસ્કૃતિની જેમ કિશોરા વસ્થામાં જ જે હરકતો ન કરવાની હોય તેવી ઘણી હરકતો બાળકો કરવા લાગ્યા છે, વ્યસનથી માંડીને સેક્સ પણ જાણે હવે એક સામાન્ય બાબત થતી જાય છે. બીજી બાજુ સમાજમાં આવી સ્થિતિનો લાભ લેનારાઓ પણ વધતા જાય છે. છૂટછાટોનો ખોટો ઉપયોગ કરીને આવા શખ્સો અન્યોની જીંદગી બગાડી મુક્તા હોય છે. અમદાવાદના વેજલપુરમાં એક એપાર્ટમેન્ટ છે ત્યાં સગીરા રહે છે તે જ એપાર્ટમેન્ટમાં કિશોર પણ રહે છે. કિશોરી જ્યારે ઘરે એકલી હતી ત્યારે મનમાં ખોટા ઈરાદાઓ લઈ આ કિશોર તેના ઘરે ગયો અને તેને ધાબા પર ચલ રમવા જઈએ તેમ કરીને ધાબે લઈ ગયો હતો. આ સમયે તેના ઘરે તે એકલી જ હતી.

જોકે સગીરાની ઉંમર 13 વર્ષની છે અને કિશોરની ઉંમર 15 વર્ષ છે. કિશોરી હજુ 5 મહિનાથી જ અમદાવાદમાં માતા-પિતા પાસે રહેવા આવી હતી. સગીરા બે કલાકથી ધાબા પર હતી તે અંગે માતા-પિતાને અન્યો પાસેથી જાણકારી મળતા માતા-પિતાએ તેની પુછ પરછ કરી તો તેણીએ સમગ્ર બાબત માતા પિતા સામે કહી દીધી. હવે માતા પિતાએ આ કિશોરને પાઠ ભણાવવાનું નક્કી કર્યુ અને તેની સામે પોલીસ ફરિયાદ કરી હતી.

કિશોરે તેને ધાબા પર બોલાવીને પોતે તેને પ્રેમ કરતો હોવાનું કહ્યું અને પછી તેના પર દુષ્કર્મ કરવા લાગ્યો. આ ઘટના મામલે પોલીસ ફરિયાદ થઈ છે હવે પોલીસ વધુ નિવેદનો અને તપાસને પગલે વધુ કાર્યવાહી કરશે.