મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાત રાજ્ય હોમગાર્ડ વિભાગના સિનિયર કમાન્ડન્ટ એવા બ્રિજપાલસિંહ ગોહિલે પૈસાની લેતીદેતી મામલે એકાઉન્ટન્ટનું અપહરણ કરી તેને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. પીડીત યુવકના શેઠ પાસેથી તેમને પૈસા લેવાના હતા જેમાં તેમણે એકાઉન્ટન્ટનું જ અપહરણ કરી લીધું હતું. યુવકે તેમણે બોલાવીને કારમાં બેસાડી દીધો હતો અને પછી કાર હંકારાવી મુકી, સાણંદ હાઈવે ખાતે લઈ ગયા અને ત્યાં આવેલા આંબાવાડી સર્કલ પર તેને છોડી દઈ નાસી ગયા હતા. પોલીસે આ બનાવમાં બ્રિજરાજસિંહ સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બ્રિજરાજસિંહ ગોહિલ હાલ હોમગાર્ડ વિભાગમાંથી સસ્પેન્ડ કરાયેલા અધિકારી છે.

અમદાવાદના ભુલાભાઈ પાર્કમાં આવેલી ભાવનાપાર્ક સોસાયટીમાં રહેતા અને નવરંગપુરા સરવૈયા હાઉસમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર પટેલના ફોન પર શનિવારે બપોરના સમયે એક ફોન આવ્યો હતો જે ગુજરાતના હોમગાર્ડ વિભાગના સસ્પેન્ડેડ સિનિયર કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલનો હતો. ગોહિલે ફોન કરીને કહ્યું કે, તમારા શેઠ (અશ્વિનસિંહ સરવૈયા) હાજર છે કે નહીં. જીતેન્દ્રએ ના પાડી હતી. તે પછી જીતેન્દ્ર કામથી ઓફિસ નીચે આવ્યો હતો ત્યારે કારમાં ગોહિલ અને પ્રવિણ પટેલનામનો એક વ્યક્તિ હતો. ગોહિલે જીતેન્દ્રને બોલાવી અશ્વિનસિંહને ફોન જોડ્યો પણ ફોન બંધ આવ્યો હતો.
ફોન ન લાગ્યો પછી જીતેન્દ્રને બ્રિજરાજસિંહે કારમાં બેસી જવાનું કહ્યું તો જીતેન્દ્રએ ના પાડી. ના શબ્દ સાંભળતા જ ગોહિલ ગુસ્સે થઈ ગયા. તેમણે તેને ગમે તેમ કરી કારમાં બેસાડ્યો બાદમાં નહેરુનગરથી સાણંદ હાઈવે વાળો રસ્તો પકડી ત્યાં તેને લઈ ગયા. ગોહિલે રિવોલ્વર કારના ડેશબોર્ડ પર મુકી. પછી જો કોઈ ઓફીસમાંથી ફોન આવે તો જીતેન્દ્રએ 4 દિવસમાં આવી જઈશ તેમ કહેવાનું કહ્યું હતું અને પછી ફોન તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો.

પહેલા તો જીતેન્દ્રને એવું કહ્યું કે અશ્વિનસિહં પાસેથી પૈસા લેવાના છે તું બેસી રહે જે, પછી થોડી વારમાં શું થયું કે જીતેન્દ્રને આંબાવાડી સર્કલ પર ઉતારી દીધો અને કાર લઈ નાસી ગયા હતા. બાદમાં તેણે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ ગોહિલનું કહેવું છે કે આવું કાંઈ જ બન્યું ન હતું અમે માત્ર બેસીને વાત કરી હતી.