મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ:  સમગ્ર દેશમાં લીવ ઇન રિલેશનશીપનો ક્રેઝ વધી રહ્યો છે. જેમાં બે પુખ્ત વયના લોકો છોકરો અને છોકરી લગ્ન કર્યા વિના પણ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી પારિવારિક-વૈવાહિક જીવન જીવી શકે છે પરંતુ અમદાવાદમાં એક યુવકની માતા ત્રણ યુવકો સાથે લીવ ઇન રિલેશનશીપમાં હોવાની જાણ તેના પુત્રને થતાં સમગ્ર મામલે  હાઇકોર્ટમાં અરજી કરી છે. 

મળતી માહિતી મુજબ, 19 વર્ષનો યુવાન કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે. તેણે હાઇકોર્ટ સમક્ષ કહ્યું હતું કે મારી માતા 3 અલગ પુરુષ સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહે છે.  છતા મારા પિતા પાસેથી ભરણપોષણ મેળવીને તેમને છૂટાછેડા નથી આપતી. પિતા પાસેથી છેલ્લા 18 વર્ષથી ભરણપોષણ મેળવે છે. એ ભરણપોષણ બંધ કરવા અરજી કરાઈ છે.  કોર્ટે દિકરાને પુછ્યું કે તે હાલમાં કોની સાથે રહે છે? દિકરાએ કહ્યું હતું કે હું એેક વર્ષનો હતો ત્યારથી માતા સાથે રહું છું. મારા પિતા સરકારી નોકરી કરે છે, તેમણે મારા માટે આજ સુધી પ્રમોશન કે બદલી સ્વીકારી નથી. મારી માતા મને તેમની સાથે અઠવાડિયામાં એકવાર મળવા જવા દે છે.  

Advertisement


 

 

 

 

 

નાનો હતો ત્યારે આ 3 પૈકી એક પુરુષ ઘરે આવતો ત્યારે મને કહેતી કે મામા છે, પરંતુ સમજણો થયા પછી મને સમજાય છે કે કંઈ અલગ ચાલી રહ્યું છે. મને હવે પિતા સાથે રહેવા જવું છે. માતાએ મારા ભણવાના ખર્ચના નામે ભરણપોષણની રકમ વઘારવા માટેની પણ અરજી કરી છે. તેની જાણ પુત્રને થતા તેણે પણ વકીલ દ્વારા અલગથી અરજી કરી છે. તેણે કોર્ટ સમક્ષ કહ્યું કે એક વર્ષનો હતો ત્યારથી મારે માતા સાથે રહેવું પડ્યું છે. હવે મારે પિતા પાસે રહેવું છે, પરતું માતા મને તેમને મળવા જવા દેતી નથી. માતાના વર્તનથી મિત્રોમાં પણ મને શરમ આવે છે.

કોર્ટે એમિકસ ક્યૂરીની નિમણૂંક કરીને આવા કેસમાં ભરણપોષણની રિકવરી કરી શકાય કે કેમ એ અંગે માર્ગદર્શન માગ્યું છે, જેની સુનાવણી 14 સપ્ટેમ્બરે ચેમ્બરમાં હાથ ધરાશે.