જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં વધુ એક નકલી ચલણી નોટોના નેટવર્કનો પર્દાફાશ થયો છે. રામોલ પોલીસએ બે યુવક અને એક યુવતીને નકલી નોટો સાથે ઝડપી પાડ્યા છે. ઓછા સમયમાં વધુ પૈસા કમાવા માટે આ  યુવકોએ નકલી ચલણી નોટોનો વેપલો શરૂ કર્યો હતો. જો કે હવે તમામને જેલ ભેગા થવાનો વારો આવ્યો છે.

નવી ચલણી નોટો આવ્યા બાદ અસલી અને નકલી નોટોની ઓળખ કરવી મુશકેલ બની છે. તેનો ફાયદો લઈને આવી ટોળકીઓ આસાનીથી બજારમાં નકલી ચલણી નોટો ફરતી કરતાં હોય છે. અમદાવાદમાં રમોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બાતમી મળી હતી કે બે અજાણ્યા લોકો નકલી ચલણી નોટો વટાવવા માટે સી.ટી.એમ એક્ષપ્રેસ હાઇવે શ્યામ કોર્નર પાસે લોખંડના બ્રિજ પાસે ઊભા છે. બાતમી આધારે તપાસ કરતાં સ્થળ પર મધુકર વનીયર અને મિતેષ વાધેલા મળી આવ્યા હતા. જેમની પાસેથી 500ના દરની 1,01,000 રૂપિયાની નલકી ચલણી નોટો મળી આવી હતી.

Advertisement


 

 

 

 

 

પોલીસએ બંને યુવકોની પૂછપરછ કરતાં એક મહિલા અલ્કા જોષીએ નકલી નોટ આપી હોવાનું જણાવ્યુ હતું. પોલીસએ અલ્કાના ઘરે જઈને તપાસ કરતાં તેની જોડેથી 500 અને 2000ની કુલ 2,20,000 રૂપિયાની ચલણી નોટો મળી આવી હતી. વિકેશ નકલી નોટો બજારમાં કમિશન પેટે વેચતો હતો. જેમાં 50 ટકા અસલી નોટો આપીને નકલી નોટો લાવતો હોવાનું સામે આવ્યુ છે. નકલી નોટોથી પોતે બજારમાં ખરીદી કરતો હતો. અત્યાર સુધી  લગભગ 1 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો બજાર ફેરવી દીધી છે. નકલી નોટના નેટવર્કનો તાર તમિલનાડુ સુધી પહોંચ્યો છે. પોલીસએ  3 આરોપી વિરુદ્ધ  કલમ ૪૮૯ (બી), ૪૮૯ (સી), ૧૨૦ (બી) મુજબ ગુનો દાખલ કર્યો છે.