દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૧૯૨ બેઠકો પર ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે દરેક પક્ષે પોતાના ઉમેદવારોની પસંદગી કરી લીધી છે. અમદાવાદના સરસપુરમાં આવેલી બોમ્બે હાઉસિંગ કોલોનીમાં રહેતા કિન્નર નરેશ જયસ્વાલ ઉર્ફે રાજુ મતાજીએ આ ચૂંટણીમાં અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ અગાઉ તેમને ત્રણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે અત્યાર સુધી મેં અલગ અલગ પક્ષીને મત આપ્યા છે પણ કોઈ પક્ષે અત્યાર સુધી કોઈ સારા કામ કર્યા નથી. હવે હું જાતે ચૂંટાઈને કામ કરવાની ઇચ્છા રાખું છું.


 

 

 

 

 

આ અગાઉ તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૧૭૦૬, વિધાનસભાની ચૂંટણીમાં ૨૩૦૩ અને લોકસભાની ચૂંટણીમાં ૨૫૭૧ મત મેળવ્યા હતા અને આવનારી ચૂંટણીમાં પોતાને જીતના દાવેદાર ગણાવે છે. તેમનું કેહવુ છે કે, ચૂંટણી જીતી જશે તો તેમના વિસ્તારના લોકોની સેવા અને જાગૃતીનું કાર્ય કરશે અને બાળકોના શિક્ષણ માટે પણ યોગ્ય મદદ કરવાની તેમણે ખાત્રી આપી છે.