મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના કોબાથી વિસત તરફ જવાના રોડ પર રવિવારે સાંજે શખ્સે 4થી 5 વાહનો સાથે અકસ્માત કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે આ શખ્સ પીધેલો હતો પોલીસે તેનો પીછો કર્યો તો તેણે એક્સેલરેટર દબાવી દીધું અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. તેમે રસ્તામાં 4થી 5 વાહનોને હડફેટે લઈ લીધા હતા. પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો હતો. વિગતો એવી પણ મળી છે કે એક મહિલા પીએસઆઈ કે જેઓ ઘર તરફ જઈ રહ્યા હતા તેમને પણ આ શખ્સે હડફેટે લઈ લીધા હતા.

આ અકસ્માતમાં ઈજા પામેલાઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. અડાલજ પોલીસને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રારંભીક માહિતીમાં ગાડીમાં દારુ પણ હતો અને શખ્સ પણ પીધેલો હતો તેવી વિગતો છે. તેણે ટક્કર માર્યા પછી પોલીસે તેનો પીછો કર્યો હતો જેમાં તેણે અન્ય વાહન ચાલકોને પણ અડફેટે લઈ લીધા હતા. આ ઘટનાનો ભોગ મહિલા પીએસઆઈને પણ બનવું પડ્યું હતું કે જેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. આ ઘટનામાં આરોપી પણ ઈજાગ્રસ્ત થયો હતો જેને પણ હોસ્પિટલમાં ખસેડાયાના અહેવાલ છે.