મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: કોરોના વાયરસનું રોજેરોજ વધી રહ્યું છે અને તેમાં પણ અમદાવાદીઓ જે પ્રકારે બેજવાબદાર થવા લાગ્યા છે તેને જોતા આ સંક્રમણ વધી જાય તેવી ભીતી વર્ણવાઈ છે તેવામાં શહેરમાં ફરી વાર કોરોના વાયરસનું સંક્રમણ વધે નહીં તે માટે પોલીસ પ્રશાસન સજ્જ છે અને તેના જ ભાગ રૂપે આજે અમદાવાદ પોલીસના વહીવટી વડા અજય ચૌધરી દ્વારા અન્ય અધિકારીઓ સાથે રહીને સેનીટાઈઝની કામગીરી કરવામાં આવી હતી.

શહેરમાં અગાઉ અનેક પોલીસકર્મીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા ત્યારે હવે ફરીથી સંક્રમણ વધે નહીં તે માટે તૈયારીના ભાગ રૂપે અમદાવાદ પોલીસ દ્વારા તમામ પોલીસ લાઈન અને પોલીસ સ્ટેશન તથા અન્ય કચેરીઓમાં  સેનીટેશન કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. આજે બુધવારે દાણીલીમડા પોલીસ લાઈનના ૪૦૦ જેટલા મકાનોમાં સેનિટેશનની કામગીરી કરવામાં આવી હતી.

અમદાવાદ શહેર પોલીસના એડમીન અજય જેસીપી ચૌધરી દ્વારા જાતે હાજર રહી કેટલાક મકાનોની બહાર સેનિટાઈઝેશન કરવામાં આવ્યું હતું. ઉપરાંત અન્ય પણ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમના દ્વારા પણ સેનીટેશનની કામગીરી કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં કુલ ૩૧ પોલીસ લાઈન, વિવિધ પોલીસ સ્ટેશન, એસીપી, ડીસીપી કચેરી તથા અન્ય જગ્યાઓ પર પણ સેનિટેશન કરવામાં આવશે.