દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): જેમ જેમ દેશ ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યો છે તેમ તેમ ગ્રાહકો હવે ખરીદી પણ લાઈન કરી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો હવે છેતરપિંડી પણ ઓનલાઇન કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન ખરીદી કરતા ગ્રાહકોના ઓર્ડર અમુક  વાયક્તિઓ બરોબર મેળવી લેતા હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ વ્યક્તિઓને પકડવા માટે સઘન કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બે વ્યક્તિઓની આ છેતરપિંડી માટે ધરપકડ કરવામાં આવી છે.

ગૌતમ બારડ અને નિલેશ બાબરીયા નામના બે વ્યક્તિઓ અલગ અલગ પ્રકારના હેકિંગ ટુલ્સનો ઉપયોગ કરીને યુઝર્સના યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લેતા હતા. જેમાં નેટફ્લિક્ષ, હોટસ્ટાર, સોની લાઈવ, પ્રાઈમ વિડીયો અને ઝી-૫ જેવા ઓટીટી પ્લેટફોર્મના ગોલ્ડ અને પ્રીમિયમ મેમ્બરશીપ ધરાવતા ગ્રાહકોના આઈડી પાસવર્ડ અને Bewakoof, Flipkart, Brand Factory, Tata Click, Myntra, zivame, Ajio, Shopclues, Teestory.in જેવી શોપિંગ સાઈટના ગ્રાહકોના આઈડી પાસવર્ડ મેળવી લેતા હતા.

Advertisement


 

 

 

 

 

આવી શોપિંગ સાઈટનું આઈડી પાસવર્ડ મેળવીને આ લોકો ગ્રાહકોએ મંગાવેલા ઓર્ડરમાં એડ્રેસ અને મોબાઈલ નંબર બદલીને અલગ અલગ સ્થળોએ ડમી નંબર દ્વારા પાર્શલ મેળવી લે છે અને અલગ અલગ જાગ્યોઓએ વેચી નાખે છે. આ બંને વ્યક્તિઓ ગ્રાહકોના ઓર્ડર લેવા માટે ડમી નંબર પરથી ડિલિવરી બોયને રસ્તા ઉપર ક્યાંક બોલાવીને પાર્શલ મેળવી લેતા હતા. આ બંને વ્યક્તિઓ પાસેથી સાયબર ક્રાઇમ બ્રાન્ચને 80 વસ્તુઓ કે જેની કિંમત ૧૨,૧૦,૫૪૮ રૂપિયા છે તેને મુદ્દામાલ તરીકે જમા કર્યું છે.

છેલ્લા ઘણા સમયથી આવી ફરિયાદ આવતી હોવાને કારણે સાયબર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.દેસાઈ અને પીએસઆઈ કે.એમ.પરમારની ટીમ દ્વારા તાપસ હાથ ધરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં પીએસઆઈ કે.એમ. પરમારને બાતમી મળી હતી કે આ બંને વ્યક્તિઓ અલગ અલગ શોપિંગ વેબસાઈટના યુઝર આઈડી અને પાસવર્ડ મેળવીને એકાઉન્ટમાં ગેરકાયદેસર લોગ ઇન કરીને ગ્રાહકોનું એડ્રેસ અને મોબાઈલ નંબર બદલીને ઓર્ડર મેળવી લે છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગૌતમ અને નિલેશની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement


 

 

 

 

 

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અમિત વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, " આ બંને વ્યક્તિઓ વધારે ભણેલા નથી પરંતુ ટેલિગ્રામ નામની એપ્લિકેશન માંથી હેકિંગ શીખીને ગ્રાહકોના આઈડી પાસવર્ડ મેળવી લેતા હતા. ત્યાર બાદ ઓનલાઇન રીમોટ ડેસ્કટોપ સર્વર અને વીપીએનનો ઉપયોગ કરીને ગ્રહકો સાથે છેતરપિંડી કરતા હતા. આ બંને વ્યક્તિઓ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન, કોમ્પ્યુટરના મોનીટર, કપડાં, ઘરવખરીનો સમાન, ડિજિટલ ઘડિયાળ, બ્રાન્ડેડ સૂઝ, ડ્રિલ મશીન, ઇલેક્ટ્રિક વાયરો અને ટીવી જેવો સમાન જપ્ત કરવામાં આવ્યો છે. અમે લોકોને કહેવા માંગીએ છે કે ઓનલાઇન શોપિંગ કરતી વખતે ખાસ તકેદારી રાખવી જોઈએ અને થોડા થોડા સમયાંતરે પોતાના એકાઉન્ટના આઈડી પાસવર્ડ બદલવા જોઈએ અને વિશ્વસનીય વેબસાઈટ પરથી જ ખરીદી કરવી જોઈએ."