મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે સામન્ય બોલાચાલીમાં પણ અનેક વખત કરૂણ અંજામ આવતું હોય છે. અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશિતમાં આવ્યો છે. અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થતાં મારમારી પર ઉતારી આવ્યા હતા. જો કે આ ઘટનામાં એકનું સારવાર દરમિયન મોત થયું છે. જો કે આ ઘટનાના તમામ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિત અનુસાર, અમદાવાદના ઇસનપુર વિસ્તારના નવાબનગરના છાપરા ચંડોળા પાસે રહેતા મહેબુબશાહએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં બે દિવસ અગાઉ ફરિયાદ નોંધાવી હતી કે તા 25ના રાત્રિના સમયએ તેનો દિકરો રફીક જમીને બહાર ગયો હતો. ત્યારે પડોશીએ મહેબુબશાહને  જણાવ્યું હતું કે મહોલ્લામાં રેહતા અબ્દુલ લતીફ શેખ, અબ્દુલ જબ્બાર શેખ, મજીદ અબ્દુલ જબ્બાર શેખ, મોહમદ રફીક ચારે જણા ભેગા મળીને નવાબનગર ચંડોળા ખાતે ઝઘડો કર્યો છે. જેથી ફરિયાદીએ તે જગ્યા પર પહોંચી તપાસ કરતાં તેમનો દિકરો રફીક જમીન પર પડ્યો હતો અને મોઢામાંથી લોહી નીકળતું હતું.

Advertisement


 

 

 

 

 

સમગ્ર બાબતએ ત્યાં હજાર રફીકના મિત્રને પૂછતાં જણાવ્યુ હતું કે રફીક અને તેનો મિત્ર મોહલ્લામાં બેઠા હતા ત્યારે અબ્દુલ લતીફ શેખ, અબ્દુલ જબ્બાર શેખ, મજીદ અબ્દુલ જબ્બાર શેખ, મોહમદ રફીક ચારે જણા અમારી પાસે આવ્યા હતા અને ચાર દિવસ પહેલા ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો તેની અદાવત રાખીને ગાળાગાળી કરીને ઝઘડો કરવા લાગ્યા હતા. અને લાકડાના દંડા વડે રફીકને મારમાર્યો હતો. રફીકને ગામબીર ઇજાઓ થયા તેને એલ.જી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યારે બાદ વધુ સારવાર માટે સિવિલ હોસિતલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન રફીકનું મોત નીપજયું હતું.

ઇસનપુર પોલીસએ આ બનાવના ચાર આરોપી માંથી ત્રણ આરોપી અબ્દુલ લતીફ અબ્દુલ રસીદ શેખ, મજીદ અબ્દુલ જબ્બાર શેખ, મોહમદ રફીકને ઝડપી પડ્યા હતા. જ્યારે નાસતા ફરતો આરોપી અબ્દુલ રસીદ અબ્દુલ જબ્બાર શેખને ગઇકાલે એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદએ ઝડપી પાડ્યો હતો.