જયંત દાફડા  (મેરાન્યૂઝ.અમદાવાદ): રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે દર્દીઓ જોડે ખડેપગે રહેતા મેડિકલ સ્ટાફની તંત્ર સામેની નારાઝગી છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે. અમદાવાદમાં સોલા સિવિલમાં નર્સિંગ સ્ટાફે પોતાની માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન કર્યા હતા અને માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે.

ગુજરાત સરકાર દ્વારા 11 વર્ષથી સ્થાપિત 08 જી.એમ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા નર્સિંગ કર્મચારી એસોસિએશન દ્વારા મુખ્ય મંત્રી સમક્ષ તા 06.05.2021 ના રોજ પોતાના મૂળ ભૂત હક્કો કે જે સરકારની સંચાલિત સંસ્થામાં અપાય છે. તે જી.એમ.આર.એસ માં કામ કરતાં તમામ નર્સિંગ કર્મચારીઓને નથી મળતા અને તે હક્કોથી વંચિંત છે. તે અંગેની એસોસિએશન એ લેખિતમાં રજૂઆત કરેલી હતી. જેવી કે સી.પી.એફ, ઉચ્ચતર, તબીબી, વાહન વ્યવહાર ભથ્થું, બઢતી, એલ.ટી.સી, ફરજ દરમિયાન અવસાન પામતા કર્મચારીને ઉચ્ચક નાણાકીય સહાય, સાતમું પગાર પંચ 01.01.2016 થી લાગુ કરવું

નર્સિંગ કર્મચારી સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે આવતી કાલ સુધીમાં તંત્ર દ્વારા કોઈ જવાબ નહીં આપવામાં આવે તો 12મી મેના રોજ વર્લ્ડ નસિંગ-ડેના દિવસે તમામ નર્સ હવે કાળી પટ્ટી પહેરીને વિરોધ દર્શાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ધરણા સમયે પણ કોરોનાની સારવાર આપતા  નર્સિંગ સ્ટાફ પોતાની ફરજ ચૂકી નથી