મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ બોલિવુડની અભિનેત્રી રવિના ટંડન, કોમેડિયન ભારતી સિંહ અને ડાયરેક્ટર ફરાહ ખાન સામે ધાર્મિક લાગણી દુભાવ્યા અંગેની અરજી અમદાવાદ પોલીસ સમક્ષ મુકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આ ત્રણેય બોલિવુડ સેલિબ્રીટીઝ સામે પંજાબના અમૃતસર સામે ફરિયાદ થઈ હતી. પહેલાથી જ આ ત્રણેય મુશ્કેલીઓમાં હતી ત્યાં વધુ એક પરેશાનીએ તેમનો પીછો કર્યો છે.

અમદાવાદના વટવા ખાતે રહેતા એક વ્યક્તિ અને સામાજિક કાર્યકરે પોલીસ સામે અરજી કરી છે. ખ્રિસ્તિ ધર્મની લાગણી દુઃભાવવા મામલે માત્ર પોલીસ સમક્ષ જ નહીં પણ ગૃહસચિવ, સાયબર ક્રાઈમ, માનવ અધિકાર પંચ સામે પણ રજૂઆત કરી છે. ભારતી સિંહ, રવિના ટંડન અને ફરાહ ખાન સામે ખ્રિસ્તિ ધર્મના પવિત્ર શબ્દની મજાક કરી હોવાની વિગતો છે. આ 
વટવાના રહેવાસીએ કરેલી અરજીમાં બોલિવુડ સેલિબ્રિટીઝએ એક પ્રાઈવેટ વેબ અને યૂટ્યૂબ ચેનલ માટે બનાવેલા કોમેડી પ્રોગ્રામમાં ખ્રિસ્તી ધર્મના શબ્દનો ઉપયોગ કર્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ખ્રિસ્તી ધર્મમાં વપરાતા શબ્દનો ઉપયોગ આ ત્રણેય પ્રોગ્રામમાં કર્યો છે અને આ રીતે તેમણે ધર્મનો અપમાન છે. તેની સામે અમૃતસરના અજનલામાં ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલા લોકો તરફથી ક્રિસમસના દિવસે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, ત્યારબાદ પંજાબ પોલીસે વીડિયોની તપાસ કર્યા બાદ FIR થઈ હતી.