મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ દેશભરમાં સૌથી મોટી રસીકરણ વ્યવસ્થા ગોઠવાઈ છે ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતેથી ગુજરાતના મખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા વેક્સિનેશનની કામગીરીને આરંભ કરાવાઈ હતી. તેમની હાજરીમાં જ એક મહિલા તબીબે સૌ પ્રથમ વખત રસી મુકાવી હતી.

અમદાવાદ જિલ્લામાં નામાંકિત વ્યક્તિઓમાં ગણના પામનાર ડો. તૃપ્તિ પટેલે પ્રથમ રસી લીધી હતી. પ્રથમ દિવસે જિલ્લામાં 300 ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાઈ હતી. જેતલપુર ખાતે 100 હેલ્થ વર્કર્સને રસી અપાઈ હતી. આ કાર્યક્રમમાં અમદાવાદ કલેક્ટર, ડીડીઓ, ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ હાજર રહ્યા હતા જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે રસીનો પહેલો ડોઝ નવીન ઠાકર અને કેતન દેસાઈને અપવામાં આવ્યો હતો.

બીજી બાજુ એસવીપીના સુપ્રિટેન્ડેન્ટ એસ ટી મલ્હાને વેક્સિનનો પ્રથમ ડોઝ લીધ હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ હાજરી આપી હતી. તેમની હાજરીમાં જ 10 આરોગ્ય કર્મચારીઓને પણ રસી અપાઈ હતી. જોકે જ્યારે નેતાઓને સૌ પ્રથમ રસી લેવાની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે ચાલેલા આ કાર્યક્રમને રસી લેનારાઓએ ઉત્સાહભેર વધાવ્યો હતો. વેક્સિનેશન આપતી વખતે સંસ્કૃતમાં શ્લોકના સૂત્રોચ્ચાર કરાયા હતા.

સીએમે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોરોનાકાળમાં ખૂબ સેવા કરી. હેલ્થ કર્મચારી, ડોક્ટરોએ શહીદી વહોરી છે. ગુજરાતમાં 161 જગ્યાએ રસીકરણનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો સંકોચ, ભ્રમ રાખ્યા વગર વેક્સિન લગાવે, વેક્સિન સુરક્ષિત છે. વેક્સિનનો 10 લાખ ડોઝ કેન્દ્ર સરકારે આપ્યો છે. વેક્સિન સલામત છે, ગેરમાર્ગે દોરાવવું નહીં. બધા કોરોના વોરિયર્સને વેક્સિન આપીશું.

અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડૉક્ટર મોના દેસાઈ, IIPHના ડાયરેક્ટર દિલીપ માંઉલનકર તથા નર્સ ટ્વિન્કલ દેસાઈ, NHL કોલેજના ડીન ડૉ. પ્રતિક પટેલે SVP હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી. હાજર નીતિન પટેલ અને વિજય રુપાણીએ કોરોના સાથેના યુદ્ધના અંતિમ પડાવ દરમિયાનના આ કાર્યક્રમને હર્ષ ભેર વધાવ્યો હતો.