મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે થોડા દિવસ પહેલા આદેશ કર્યો હતો કે હોસ્પિટલ બહાર એક ડિસપ્લે બોર્ડ મુકવું જોઇએ અને તેમાં કોરોનાના દર્દીઓ માટે કેટલા બેડ ખાલી છે તે અંગેની માહિતી દર્શાવવી જોઇએ. આ આદેશ બાદ અમદાવાદ સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલ બહાર આ અંગેની માહિતી માટે એક મોટી સ્ક્રિન મુકવામાં આવી છે. આ સ્ક્રિનના ભાડા અંગે આવી વાતો વહેતી થઇ હતી કે તેનું એક દિવસનું ભાડું 80 હજાર રૂપિયા છે. આ વાતનું ખંડન કરતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે કહ્યું હતું કે સ્ક્રિનનું ભાડું દૈનિક 5 હજાર રૂપિયા આસપાસ છે. 

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ જયપ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે કેટલા બેડ ખાલી છે અને કેટલા બેડ ભરેલા છે તેની વિગત દર્શાવવા માટે એક મોટી સ્ક્રિન મુકવામાં આવી છે. આ ડિસપ્લે મુકવાની વ્યવસ્થા હોસ્પિટલના પ્લાનિંગ એન્ડ ઇમ્લીટેશન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સ્ક્રિનનું ભાડું રોજનું પાંચ હજાર રૂપિયા આસપાસ હોઇ શકો છે. પરંતુ દૈનિક 84 હજાર રૂપિયા ભાડું ચુકવવામાં આવતું હોવાની વાત સાચી નથી. 


 

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મ્યુકર માઇકોસિસના દર્દીઓની સંખ્યા વધતાં સિવિલમાં ચાર વોર્ડ શરૂ કરાયા છે અને પાંચમો વોર્ડ 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં શરૂ કરવાની સાથે 24 કલાક કાર્યરત ઓપરેશન થિયેટર શરૂ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. જો કે, હાલમાં સિવિલમાં મ્યુકર માઇકોસિસની સારવારમાં જરૂરી એમ્ફોટેરિસીન ઇન્જેક્શનનો જથ્થો ખૂટી જતાં દર્દીના સગાને બહારથી લાવવાની ફરજ પડાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.