મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ સિવિલમાં છેલ્લા એક વર્ષથી 50 લોકોના જીવન બચાવવા માટે 18 વ્યક્તિઓને 62 અંગોનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. 50 દિવસ જેટલા સમયમાં નવ વ્યક્તિઓના અંગદાનમા અમદાવાદ સિવિલને સફળતા મળી છે. બ્રેઇનડેડ અવસ્થામાં રહેલા દર્દીઓના અંગોનું દાન એ આની દર્દીઓ માટે વરદાન સમાન હોય છે. કારણે કે આના લીધે આવા દર્દીઓને જીવવાનું નવું કારણ મળી જાય છે. અંગદાનને જીવનદાનની સમકક્ષ ગણવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદ સિવિલમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અંગદાનની પ્રક્રિયા જડપી બની છે. છેલ્લા 50 દિવસમાં 9 જેટલા બ્રેઇનડેડ દર્દીઓના અંગોનું દાન સિવિલમાં સ્વીકારવામાં આવ્યું છે.

Advertisement


 

 

 

 

 

છેલ્લે કરવામાં આવેલા અંગદાન વિષે જાણકારી આપતા અમદાવાદ સિવિલના  સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોશીએ જણાવ્યુ હતું કે ," કે, મૂળ બિહારના શિવપુર જિલ્લાના રહેવાસી પણ કામધંધા અર્થે રાજકોટમાં રહેતા 19 વર્ષીય યુવક દીપકકુમાર અશોકરામ પ્રસાદનો અકસ્માત થવાથી માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં. અહીં તેમને વેન્ટિલેટર પર રખાયા હતાં. 5 નવેમ્બરે તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતાં.  પરિવારની સમજાવટ કર્યા બાદ 8 નવેમ્બરના રોજ બ્રેઇનડેડ દીપકકુમારના હૃદય, ફેફસાં, કિડની, લિવરનું દાન મેળવવામાં આવ્યું હતું. 

આ અંગોનું હવે વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓના શરીરમાં આરોપણ કરાશે અને એ રીતે અનેક જીવનમાં ફરી ખુશહાલીનો રંગ છવાશે.