મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદની જીવાદોરી સમાન સિવિલ હોસ્પિટલના સિનિયર રેસીડન્સ તબીબએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. મહામારીમાં હજારો લોકોના જીવ બચવનારા તબીબી અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જોકે સમયસર તેના મિત્રો આવી પોંહચતા તબીબનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. હાલ આ તબીબને સારવાર અર્થે આઈસીયુમાં લઇ દાખલ કરવામાં આવ્યો છે.

‌અમદાવાદના સિવિલ હોસ્પિટલના સિનિયર રેસીડેન્સી તબીબએ આજે વહેલી સવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ તબીબની ઉંમર ૨૮ વર્ષ હતી અને  સિવિલ હોસ્પિટલના કિડની વિભાગમાં કામ કરતો હતો. હોસ્ટેલમાં દવાનું ઇન્જેક્શન લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર બાબતે એડિશનલ સુપરિટેન્ડેન્ટ રજનીશ પટેલએ જણાવ્યું હતું કે વહેલી સવારે આ તબીબને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

Advertisement


 

 

 

 

 

વહેલી સવારે આત્મહત્યાનો પ્રયાસ કરનાર તબીબ દરવાજો ન ખોલતા તેમના મિત્રોએ દરવાજો તોડીને અંદર તેના હાલ જાણવા પોંહાચ્યા હતા. જો કે આ તબીબ કોઈ પ્રતિસાદ ન આપતા અન્ય તબીબોએ પ્રાથમિક સારવાર આપીને સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ તબીબીએ કોઈ દવાનું ઇન્જેક્શન લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ તબીબ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસિસ એન્ડ રિસર્ચ સેન્ટરમાંથી પાસ થઈને સિનિયર રેસીડેન્સશીપ કરી રહ્યો હતો. હાલમાં  તેને આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. અને ગંભીર હાલતમાં છે. આત્મહત્યા કરવાનું કરવાનું હજી સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.