દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): ચાર દિવસના નવજાત બાળકને બે દિવસ પોતાની માતા વગર રહેવું પડ્યું. મણીનાગરની એલજી હોસ્પિટલમાં એક મહિલા 16 તારીખે લેબર વોર્ડમાં દાખલ થઈ હતી. તે જ દિવસે રાતના સમયે તેણે બાળકને જન્મ આપ્યો હતો. બાળકને જન્મ આપ્યા બાદ ચાર દિવસ પછી આ મહિલા અચાનક કોઈને જાણ કર્યા વગર ગાયબ થઈ ગઈ હતી. જેના કારણે હોસ્પિટલ કર્મચારી દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

16 સપ્ટેમ્બરે ખુરશીદાબેન રંગરેજ નામની એક મહિલા બિનવારસી હાલતમાં એલજી હોસ્પિટલમાં લેબર વોર્ડમાં સારવાર માટે આવી હતી. મહિલા રામોલની રહેવાસી હોવાને કારણે હોસ્પિટલ દ્વારા રામોલ પોલિસ સ્ટેશનમાં આ મહિલા વિશે જાણ કરીને તેની સારવાર સારું કરવામાં આવી હતી. તે જ દિવસે આ મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે લેબર વોર્ડમાં રાખવામાં આવી અને બે દિવસ પછી તેને ગાયનેક આઈસીયુમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી ત્યાંથી તે કોઈને જાણ કર્યા વગર હોસ્પિટલમાંથી નીકળી ગઈ હતી. હોસ્પિટલ તંત્રને આ વાતની જાણ થતા તેમણે પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. એલજી હોસ્પિટલમાં ડૉ. ખ્યાતિ ઠક્કરે બાળકની સારવાર કરી છે.

Advertisement


 

 

 

 

 

જો કે અત્યારે આ મહિલા પોતાના બાળકને લેવા માટે એલજી હોસ્પિટલ આવી છે. મહિલાનું કહેવું છે કે તે દૂધ લેવા માટે નીકળી હતી અને રસ્તામાં બેભાન થઈ જતા તે રસ્તામાં જ પડી ગઈ હતી. તે બે દિવસ બેભાન અવસ્થામાં રહી અને ત્યાં બાદ પોતાના ઘરે રામોલ ગઈ ત્યાં તેને ખબર પડી કે તેનું બાળક હજુ હોસ્પિટલમાં જ છે એટલે તે બાળકને લેવા માટે હોસ્પિટલ આવી ગઈ હતી.

આ કેસમાં તાપસ કરતા અધિકારી અલ્પાબેન વણઝારા સાથે વેટ કરતા તેમણે જણાવ્યું કે ," આ મહિલા સિટીએમ દૂધ લેવા ગઈ હતી અને ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. બે દિવસ બેભાન રહ્યા બાદ તે પોતાના ઘરે રામોલ ગઈ હતી અને ત્યાં થઈ બાળકને લેવા હોસ્પિટલ પછી આવી હતી. આ અમહિલા પોતે અપંગ છે અને બે મહિના પહેલા તેના પતિનું હાર્ટ અટેક અવવાને કારણે મૃત્યુ થયું હતું.મહિલાને અગાઉ એક તેર વર્ષનો છોકરો અને એક દસ વર્ષની છોકરી છે. થોડા સમય પહેલા આ મહિલા આવી રીતે જ ક્યાંક જતી રહી હતી અને પછી ઘરે આવી ગઈ હતી જેના કારણે ઘર વાળા લોકોએ તેને શોધવાનો પ્રયત્ન કર્યો ન હતો.