મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના ચાંગોદર ખાતે બાઈક પર રૂપિયા લઈને જતાં વ્યક્તિને લૂંટારુઓએ લૂંટી લીધા હતા. 44 લાખ રૂપિયાનો પગાર લૂંટાઈ જતાં ભોગ બનનાર માથે ચિંતાના વાદળો છવાઈ ગયા હતા. જોકે અમદાવાદની ચાંગોદર પોલીસે તરુંત કેસ સમજી અને એક્શન હાથ ધરી. પોલીસની તુરંત કાર્યવાહીને પગલે લૂંટારૂઓ છટકીને ક્યાંય ઓગળી જાય તે પહેલા હાથે ચઢી ગયા. પોલીસે બનાવની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ચાંગોદર ટાઉન ખાતે ગત રોજ રાત્રીના સમયે સંદિપકુમાર યાદવ તથા તેમના મિત્ર સનોજકુમાર મધુ ફ્રેગ્નેન્સ પ્રા.લી. કંપની તાજપુરથી એક થેલામાં મજુરોને ચુકવવાના પગારના નાણા રૂપિયા 44,50,000 લઈને નીકળ્યા હતા. તેઓ રૂપિયા સાથે પોતાના ઘરે બાઈક પર જઈ રહ્યા હતા. દરમિયાન ચાંગોદર પોલીસ મથકે રેલવે સ્ટેશન પાસે મોરિયા કોલટ ચોકલી પર પાંચ શખ્સો બાઈકો પર આવ્યા તેમણે સંદિપકુમારને હાથ પર દંડો માર્યો અને તેઓ બાઈક પરથી નીચે પડ્યા. સનોજકુમારને તેમણે માથાના ભાગે ઘાતકી હુમલો કર્યો જેથી લોહીના ફુવારા સાથે તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા. 

બાદમાં શખ્સોએ છરી બતાવી અને રૂપિયા ભરેલો થેલો લઈ ત્યાંથી ભાગી ગયા. તેઓ આ ફરિયાદ લઈ પોલીસની શરણે પહોંચ્યા તો પોલીસે તુરંત એક્શનમાં આવતા તેઓ હવામાં ક્યાંય ઓગળી જાય કે ક્યાંક છૂપાઈ જાય તે પહેલા તેમને પકડવાનું નક્કી કર્યું. આ ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસ મહાનિરિક્ષક કે જી ભાટી અને પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવે તુરંત નાયબ પોલીસ અધિક્ષક કે ટી કામરિયાને સૂચનો કર્યા. તેમના સીધા માર્ગદર્શન હેઠળ તાત્કાલીક ચાંગોદર પોલીસે ત્રણ ટીમ બનાવી અને એલસીબી શાખાની એક ટીમ પણ તેમની સાથે મળી એમ કુલ ચાર ટુકડીઓ કામે લાગી. ટેલીફોન સર્વેલન્સને આધારે તેમણે પાંચેય આરોપીઓને શોધી કાઢ્યા અને તમામ મુદ્દામાલ પકડી પાડ્યો. પોલીસની ત્વરિત કામગીરીએ સંદિપકુમારની ચિંતાઓના વાદળો દૂર કર્યા હતા. બનાવ સંદર્ભે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓ
જીતેન્દ્ર બાબુભાઈ પરમાર, (34) હરદેવભાઈ બાબુભાઈ પરમાર (23), નરેન્દ્ર દિનેશભાઈ વાણીયા (21), ત્રણે રહે. સાણંદ મોરૈયાગામ, ભાવેશ બકુલભાઈ બામ્ભા (ભરવાડ) (21), વઢવાણ, દાળમીલ રોડ શેરી, રાકેશ રમેશભાઈ મેર (કો.પટેલ) (21) રહે સાણંદ મોરૈયાગામ મઢીવાસ, સુરેશ પોપટભાઈ રાઠોડ (20) મોરૈયાગામ રબારીવાસ

આ કાર્યવાહીમાં સફળ કામગીરી કરનાર ઉપરોક્ત પોલીસ અધિકારીઓ ઉપરાંત પીઆઈ વી ડી મંડોરા, એએસઆઈ બાબુભાઈ ડીંડોર, એએસઆઈ મહિપતસિંહ રમલાવત, હે.કો. ગણેશભાઈ પરહરિયા, હે.કો. ધર્મેન્દ્રસિંહ ડોડ, હેકો. શૈલેષભાઈ વાઘેલા, હે.કો. પ્રદિપસિંહ જાડેજા, કો. રણછોડ ભુંડીયા, કો. દિવ્યરાજસિંહ ડોડીયા, કો. ધનરાજસિંહ ચૌહાણ, કો. ધર્મેન્દ્રસિંહ વાળા, કો. નરેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ સોલંકી, પૃથ્વીરાજસિંહ ગોહીલ, વિપુલસિંહ દાયમા, દિવંગત ગોહીલ, પ્રવિણસિંહ સીસોદીયા અને ઈન્દ્રવિજયસિંહ લીંબોલાએ પણ કામગીરી કરી હતી.