મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ મહામારી બાદ ધંધા રોજગાર ફરીથી ધમધમતા થયા છે. ત્યારે માંડ ધંધો સેટ થતાં અજાણ્યા લોકો સાથે પૈસાની લેવડ દેવડ કરવામાં ઘણી વખત ચૂનો લાગી જતો હોય છે. અમદાવાદમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. સોના ચાંદીના ઘરેણાં બનાવતા વેપારીને લખો રૂપિયાનો ચૂનો લાગી ગયો છે.

મળતી માહિતી મુજબ, ઇબ્રાહીમ ખાન રતનપોળ શેઠની પોળ ખાતે સબરસ ભવન નામની સોના ચાંદીનો જથ્થાબંધ ઘરેણાં બાનવવી અને જ્વેલર્સના વેપારીને વેચવાનો ધંધો કરે છે. ગત સપ્ટેમ્બરમાં માણેક ચોક ખાતે 24 કેરેટ બિલ્ડીંગમાં સોના ચાંદીના ઘરેણાં વેચવાનું કામ કરતાં યોગેશ મંડેલકર ફરિયાદીને મળ્યા હતા અને યોગેશએ 38 જોડી લેડીસ બુટ્ટી બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર પ્રમાણે બુટ્ટી બનાવી દેતા યોગેશએ કેશ પેમેન્ટ કરી આપ્યું હતું.

ત્યાર બાદ યોગેશએ ઇબ્રાહીમને તેની દુકાન બોલાવીને 79 જેન્ટસ વીટી અને 47 લેડીસ બુટ્ટીનો ઓર્ડર આપ્યો હતો જેની કુલ કિંમત 19,21,374 છે. ઓર્ડર પ્રમાણે ઇબ્રાહીમ ઘરેણાં બનાવીને આપતા તેના પૈસા બે દિવસ પછી આપવાનું કહ્યું હતું. બે દિવસ બાદ યોગેશની દુકાનએ જતાં દુકાન બંધ જોવા મળી હતી અને ફોન પણ બંધ આવતો હતો. જેથી ઇબ્રાહીમએ છેતરપિંડીની ફરિયાદ ખાડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.