મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: દારુની હેરફેર માટે બુટલેગરા પોલીસથી બચવા માટે અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે ત્યારે મોડાસા રૂરલ પોલીસે સાયરા નજીક એસએક્સ-૪ કારમાં સીટ નીચે ગુપ્તખાનું બનાવી વિદેશી દારૂની ખેપ મારી રહેલા બુટલેગરને કાર સાથે બાતમીના આધારે ઝડપી પાડી કારમાંથી ૬૨ હજારથી વધુનો શરાબ ઝડપી અમદાવાદ સરસપુરના મિથુન જયંતી પટેલ નામના બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement


 

 

 

 

 

મોડાસા રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં વધુ એક કાર વિદેશી દારૂ ભરેલી ઝડપી પાડી સપાટો બોલાવ્યો હતો મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ફાલ્ગુની રાઠોડને સાયરા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમી મળતા સાયરા રોડ પર નાકાબંધી કરી વોચ ગોઠવી હતી બાતમી આધારીત એસએક્સ-૪ કાર આવતા અટકાવી તલાસી લેતા કારમાં સીટ નીચે બનાવેલ ગુપ્તખાના માંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-૮૭ કીં.રૂ.62100/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર મીથુન જયંતી પટેલને દબોચી લઈ વિદેશી દારૂ અને કાર મળી કુલ.રૂ.૨.૬૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.