મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ દિવસેને દિવસે વધી રહેલી ટેક્નોલોજીથી લોકોની સુરક્ષા ખતરામાં મુકાઇ છે. તેવામાં કોરોના બાદ સાઇબર ક્રાઇમના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. અને ઓનલાઈન છેતરપિંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે આજે અમદાવાદ ભાજપના પ્રમુખ અમિત શાહનું ફેસબુક અકાઉન્ટ હેક થવાની વાત બહાર આવી છે.
અગાઉ પણ અનેક નેતાઓ હેકર્સનો શિકાર બની ચૂક્યાની ઘટના સામે આવી ચૂકી છે. મોટા ભાગે હેકર્સ દ્વારા એકાઉન્ટ હેક કરીને પૈસાની માંગણી કરાતી હોય છે. ત્યારે આજે અમદાવાદ ભાજપના પ્રમુખ અમિત શાહ પણ હેકર્સનો શિકાર થઈ ગયા છે. જ્યારે તેમનું એકાઉન્ટ હેક થયાની જાણ થતાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, મારૂ એકાઉન્ટ હેક થઈ ગયું છે. મહેરબાની કરીને પૈસાની માંગ અને તમામ સંદેશાને અવગણો.