મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: ગુજરાતમાં ફરી એક વખત બીટકોઇન પ્રકરણ ચર્ચામાં આવ્યું છે. બિટકોઇનનાં બ્રોકર તરીકે કામ કરતા ભરતભાઇ પટલે ગત મોડી રાત્રે રાણીપ સ્થિત પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી છે. જેમાં 11575 બિટકોઇનના હિસાબ મામલે Dy.SP ચિરાગ પટેલ (સવાણી) દ્વારા ત્રાસ અપાતો હોવાથી આત્મહત્યા કરી લીધાનો ઉલ્લેખ છે.   

સ્યુસાઈટ નોટ: હું લખનાર પોતે ભરતકુમાર ભાખાભાઈ પટેલ મારા ત્યાં હરીશ સવાણી (મોન્ટુ) ગાંધીનગર મોબાઈલ નંબર 98******90 અને એમના નાના ભાઈ ચિરાગ સવાણી જે ડીવાયએસપી છે. મોબાઈલ નંબર 98******04 મારા ઘરે આવ્યા તા હું બીટકોઈનનું ટ્રેડિંગનું કામ કરતો હતો. તેમણે જે 5 બીટકોઈન ટ્રેડિંગ કરવા આપેલ જે લોસ થતાં 5 બીટકોઈનનો 11575 બીટકોઈનનો હિસાબ માગે છે. મારા ઉપર આ બંને ભાઈઓનું ભયંકર પ્રેસર છે. બીટકોઈન રિકવરીથી હું ખૂબ જ પરેશાન છું. મારું જીવવું હરામ થઈ ગયું છે. બાકી ચિરાગ સવાણી ડીવાએસપીએ પણ મને ઘરે આવી પુરા બીટકોઈ આપી દેવાની ધમકી આપેલ છે. હું આપઘાત કરવા મજબૂર બન્યો છું. મારા સ્યુસાઈડ પાછળ આ બંને ભાઈઓનું પ્રેસર જવાબદાર છે. આ કામમાં મારું ફેમિલી નિર્દોષ છે. મારા ફેમિલીનો આમાં કોઈ હાથ નથી તે નિર્દોષ છે. એજ લિ. ભરતકુમાર ભીખાભાઈ પટેલ.