મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના ખાનપુર વિસ્તારમાંથી આજે એનિમલ લાઈફ કેરને ઘુવડ ઝાડમાં ફસાયાનો ફોન આવ્યો હતો. તેમણે તેનું રેસ્ક્યૂ કરી તેને સારવાર માટે ખસેડ્યું હતું, પરંતુ આ સમયે વિજય ડાભીએ કહ્યું કે, સોલા વિસ્તારમાં બર્ડફ્લૂની એન્ટ્રી થઈ છે તેથી ગભરાવાની જરૂર નથી પરંતુ પક્ષીઓની જાતે મદદ કરવા કરતાં તુરંત બિમાર જણાય કે નીચે પડેલું જોવા મળે તો તે સંદર્ભે હેલ્પલાઈન કે વનવિભાગને જાણ કરવી.

આજરોજ રાઈફલ કલબ ખાનપુર ખાતેથી એનિમલ લાઈફ કેરને કોલ આવ્યો કે ઝાડ પર એક ઘુવડ દોરીમાં ભરાઈ ગયું છે. જીવન મરણના ઝોલા ખાઈ રહું છે. જેવી જાણ થતાની સાથે તાત્કાલિક એનિમલ લાઈફ કેરના વિજય ડાભી તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી ખૂબ જ ઓછું જોવા મળતા એવા આ નિશાચર પક્ષી ઘુવડનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. ઉપરાંત તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. વિજય ડાભીનું કહેવું છે કે, અવારનવાર ઝાડમાં દોરીથી પક્ષીઓ ભરાઈ જવાના કિસ્સા જોવા મળતા હશે. હાલ કોઈપણ પક્ષી તમને નીચે પડેલું કે ઘાયલ જોવા મળે તો તેને તાત્કાલિક હેલ્પ લાઈન અથવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સપર્ક કરવો જોઈએ. કારણ કે હાલ અમદાવાદના સોલા વિસ્તારમાં બડૅફૃયુનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેના અનુસંધાને દરેક નાગરિકોએ ડરવાની જરૂર નથી પણ સાવચેતીના ભાગરૂપે કોઈપણ પક્ષી ઘાયલ કે બિમાર જણાય કે નીચું પડેલું દેખાય તો તાત્કાલિક અને એનીમલ હેલ્પલાઇન નો તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા પશુ પાલન વિભાગનો સપર્ક કરવો જોઈએ.