મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ જાણિતા બિલ્ડર ગ્રુપ બાલાજીના બિલ્ડર આશિષ શાહે એક યુવકને જાહેરમાં ગોળી મારી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં જ્યારે યુવક આવ્યો ત્યારે ગાડીમાં પડેલી રિવોલ્વરથી આને ગોળી મારી દો તેવી ધમકી આપી હતી. આ ઘટના અંગે શાહપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચાંદખેડાના આવકાર વિલામાં રહેતા વેપારી તેજસ પેટેલે બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહ અને તેની પત્ની સામે ચાંદખેડા તથા સાબરમતી પોલીસ સ્ટેશને ચીટિંગની ફરિયાદ કરી હતી. જે સંદર્ભે બુધવારે સવારે તજશ તેના મિત્ર ભારવિન પટેલ સાથે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં ગયા હતા. દરમિયાન આશિષ શાહ પણ ત્યાં હાજર હતા. તેમણે ડ્રાઈવર કનુ દેસાઈને કહ્યું હતું કે, આ તેજસને આપમી ગાડીમાં પડેલી રિવોલ્વર વડે ગોળી મારી મારી દો.

મળતી માહિતી અનુસાર ફરિયાદમાં એવું પણ જણાવાયું છે કે , ડ્રાઈવર કનુ દેસાઈએ અપશબ્દો બોલી ધમકાવ્યા હતા કે, તને રાજસ્થાન લઈ જઈ રિવોલ્વરથી ગોળી મારી દઈશ. જેથી તેજસ પટેલે આશિષ શાહ અને તેના ડ્રાઈવર કનુ દેસાઈ સામે શાહપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.