મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં આદર્શ ક્રેડિટ સોસાયટી, અર્બુદા ક્રેડિટ, ખેતેશ્વર ક્રેડિટ સોસાયટી, સહારા ઈન્ડિયા પરિવાર, સમૃદ્ધ જીવન, સગુન, પલ્સ ઈન્ડિયા, કે.એમ.જે., જે.કે.એમ.એમ., પ્રતિજ્ઞા સહીત અનેક લેભાગુ કંપનીઓએ ઉંચા કમિશનથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં એજન્ટ રોકી રોકાણકારોને ઊંચા વ્યાજની લાલચ આપી ૭૦૦ કરોડ રૂપિયાથી વધુનું ઉઘરાણું કરી ઉઠામણું કરી સમયાંતરે રફુચક્કર થઇ જતા જીલ્લાના લાખ્ખો લોકોની હાલત દયનિય બની છે.

અરવલ્લી જિલ્લા સહીત મોડાસા શહેરમાં અર્બુદા ક્રેડિટ સોસાયટીની વિવિધ સ્થળે બ્રાન્ચ ખોલી લોકો પાસેથી ઉંચા વ્યાજ આપવાનું જણાવી એજન્ટ રોકી ડિપોઝીટ પેટે કરોડો રૂપિયા ઉઘરાવી રાતોરાત તમામ બ્રાન્ચના શટર પાડી રાજસ્થાની સંચાલકો રફુચક્કર થતા આ અંગે ૪ વર્ષ અગાઉ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અર્બુદા ક્રેડિટ સોસાયટીના સંચાલકો અને કર્મચારીઓ સામે ગુન્હો નોંધાયો હતો આ ગુન્હાનો આરોપી અશોક દેવીલાલ શર્મા રાજસ્થાન છોડી અમદાવાદ ગોદરેજ ગાર્ડનસીટીમાં રહેતો હોવાની જિલ્લા એસઓજીને બાતમી મળતા તાબડતોડ ત્રાટકી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.


 

 

 

 

 

અરવલ્લી જીલ્લા એસઓજી પીઆઈ ભરવાડ અને તેમની ટીમે અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં અર્બુદા ક્રેડિટ સોસાયટીની વિવિધ સ્થળોએ બ્રાન્ચ ખોલી લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી રાતોરાત રફુચક્કર થનાર રાજસ્થાન માઉન્ટ આબુમાં રહેતા અશોક દેવીલાલ શર્મા પોલીસ પકડથી બચવા અમદાવાદ જગતપુરા વિસ્તારમાં આવેલ ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતો હોવાની બાતમી મળતા બાતમી આધારીત સ્થળ અને મકાન પર વોચ ગોઠવી આરોપી અશોક શર્માને ઝડપી પાડી ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને સુપ્રત કર્યો હતો.