મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: અમદાવાદના પાલડી વિસ્તારમાં એક સોસાયટીમાં બનતો ડામરનો રોડ અબોલ જીવો માટે જીવનું જોખમ બની ગયો હતો. આ રોડના ગરમ ડામરમાં અબોલ જીવો ચોટી ગય હતા. એનીમલ લાઈફ્કેર દ્વારા આ જીવોને બચાવી લેવાયા હતા.

અમુલ સોસાયટી મકતમપુરા પાલડી વિસ્તારમાં પાસે બનેલી ઘટનામાં સોસાયટીમાં ડામર લગાવવામાં આવ્યો હતો, ત્યારે સ્ટ્રીટ ડોગના આખા શરીર પર ડામર ચોંટી ગયો હતો અને છેલ્લા બે દિવસથી પીડાઈ રહ્યું હતું. સોસાયટીના રહીશે જાણ કરતાની સાથે એનિમલ લાઇફકેરના વિજય ડાભી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી સથવારે આખા શરીર ઉપર  ડામર ચોંટી ગયો હતો તેને  આખા શરીર પર એને વેદના થતી હતી   બે કલાકની જહેમત બાદ તેના શરીરમાંથી ડામર દૂર કરવામાં આવ્યો હતો.
વિજય ડાભીએ કહ્યુ કે, અહી ગરમ ડામર પર ચાલતી વખતે સ્ટ્રીટ ડોગ્સના પગમાં દાઝી જતાં તે ત્યાં જ આળોટવા લાગ્યા હતા, જેણે કારણે તેમને આખા શરીરે ડામર ચોટી ગયો હતો. ખાસ કરીને એક વિનંતી છે કે જ્યારે પણ આવા કિસ્સા બને તો શરીર પર કોઈ અજાણી વસ્તુ નાખવી નહીં. જેથી અબોલ જીવને વઘારે તકલીફ પડે છે. સાથે જ રોડ બનાવ્યા પછી તેના ઉપર માટીનો છંટકાવ કરી દેવો જોઇએ અથવા કોઇએ જાતે થોડા કલાક ઉભા રહી ધ્યાન આપવું જોઇએ. આવા અગાઊ પણ ગણા કિસ્સા બની ચુક્યા છે.