મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના અમરાઈવાડીના રહેવાસી અને દેશ માટે પોતાની જીંદગી કાઢી નાખનાર એક જવાનનો પાર્થિવ દેહ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે પરિવારજનો શોકમાં સરી પડ્યા હતા. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના આર્મી જવાનનું મૃત્યુ બિમારીના કારણે થયું છે પરંતુ તેઓ લાંબા સમયથી આર્મીમાં પોતાની ફરજ બજાવતા હતા.

અમદાવાદના અમરાઈવાડિ વિસ્તારના રહેવાસી 40 વર્ષિય હરિષચંદ્ર રામરાજ મૌર્ય આર્મીમાં ફરજ બજાવતા હતા. તેઓ લશકરમાં હતા ત્યાં સુધી લેહ લદ્દાખમાં ફરજ બજાવતા હતા. તેઓ છેલ્લા થોડા દિવસોથી બિમારીમાં સપડાયા હતા જેને કારણે તેમને સારવાર માટે બેંગ્લુરુમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બે દિવસ પહેલા તેમનું મૃત્યુ થયું હતું. તેમના પાર્થિવ દેહને ત્રિરંગામાં લપેટીને અમરાઈવાડી ખાતેના તેમના નિવાસ સ્થાને લવાયો હતો. જ્યાં પરિવારજનો તેમનો દેહ જોઈ શોકમાં સરી પડ્યા હતા. તેમને અંતિમ વિદાય આપવા માટે પરિવારજનો સહિત આસપાસના લોકો પણ આવ્યા હતા જે તમામ હિબકે ચઢ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ મેરાન્યૂઝ સાથે.


તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.