મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ આજે અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી છે જેને પગલે સવારથી જ લોકોમાં વોટિંગ કરવાને લઈને તત્પરતા જોવા મળી રહી છે. સવારથી જ શાંતિમય રીતે મતદાન થતું જોવા મળી રહ્યું છે. ક્યાંક કેટલાક ઈવીએમ ખોટકાયાની વિગતો મળી રહી છે તે સિવાય તમામ બાબતો શાંતિમય રીતે ચાલી રહી છે ત્યારે આજે સવારે મતદાન કરવા માટે મતદાન મથકે ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે બહુ ઓછો સમય પોતાના પરિવાર સાથે રહેતા અથવા રહી શક્તા ગૃહમંત્રી અમિત શાહ આજે પરિવાર સાથે હોઈ પરિવારમાં પણ એક અજીબ ખુશીનો માહોલ હતો.

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બુથ નં. 38માં મતદાન કરવા પહોંચ્યા હતા. અમિત શાહ હવે દિલ્હી જવા રવાના થશે.