મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં રહેતા અને મૂળ અમરેલીના વતની એવા વૃદ્ધને મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યાની ફરિયાદ થઈ છે. 4 પુખ્ત સંતાનોના પિતા એવા આ વૃદ્ધ પાસે 13 લાખ રૂપિયાની માગણી કરવામાં આવતા મામલો બહાર આવ્યો છે. યુવતી વૃદ્ધને પોતાનો બર્થડે હોઈ હોટલમાં જઈએ તેમ કહી લઈ ગઈ હતી અને બાદમાં પોતાના અને વૃદ્ધના કપડા કાઢી બુમો પાડવાનું શરૂ કર્યું, તેની સાથે તેની કેટલીક ગેંગ પણ હતી જે પૈકીનો એક યુવતીનો ભાઈ હોવાનું કહી દમદાટી આપવા લાગ્યા અને 13 લાખ રૂપિયા માગતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

બાપુનગરમાં પત્ની સાથે રહેતા 61 વર્ષના વૃદ્ધને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. દસ દિવસ પહેલા તેમને એક ફોન આવ્યો જેમાં એક યુવતીએ કહ્યું કે,મેં આશા બોલ રહી હું, મુજે નોકરી કી જરૂરત હૈ. જેથી વૃદ્ધે યુવતી ક્યાં રહે છે તેવું પુછતાં તે મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર રહેતી હોવાનું કહ્યું હતું. વૃદ્ધે તેણીને કઠવાડા જીઆઈડીસીમાં નોકરી મળી જશે તેવું કહ્યું તો તેણીએ દૂર છે તેવા બહાને કૃષ્ણનગર નજીક નોકરી મળે તો કહેજો તેવું કહ્યું, બાદમાં બંને વચ્ચે વાતચિત થઈ અને પી તેણે વૃદ્ધને વિજયપાર્ક મળવા બોલાવ્યા જોકે તે વખતે વૃદ્ધ મળવા જવાનું ભુલી ગયા અને મંદીરે જવા નિકળી ગયા પરંતુ ત્યાં જ યુવતીનો ફોન આવ્યો અને કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પાસે બોલાવ્યા હતા.


 

 

 

 

 

વૃદ્ધે મંદિર જવાનું મુકી યુવતીને મળવા ગયા ત્યાં તે બાઈક પર બેસી ગઈ અને તેઓ તેણીને એક જાણીતા વ્યક્તિની ઓફીસ પર નોકરીની વાત કરવા પહોંચ્યા. જોકે ત્યાં નોકરીની વાતમાં દમ નીકળ્યો નહીં અને ખાલી હાથ પાછા ફરવાનું થયું. યુવતીએ આ દરમિયાન તેમની પાસે100 રૂપિયા પણ માગ્યા જે તેમણે આપ્યા અને તે પછી સાંજે યુવતીએ ફરી ફોન કર્યો અને મળવા આવવા કહ્યું. 

 

જોકે તે વખતે પોતે ભાભી સાથે સિવિલ હોસ્પિટલમાં બિઝિ હોવાનું કહી તેણે બીજા દિવસે સૈજપુર ખાતે મળવાનું નક્કી કર્યું. જ્યાં તેણે અહીં તે તેમની સાથે વાત ન કરી શકે કારણ કે અહીં તેના બહુ સંબંધીઓ રહે છે તેમ કહી તેમને વસ્ત્રાલ દાદાના મંદિરે લઈ ગયા હતા. જ્યાં બંનેએ થોડી વાતચિત કરી હતી. આ દરમિયાન યુવતિએ પોતાની દરિદ્રતાની વાતો કરી, પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાનું કહ્યું. જેથી વૃદ્ધ કોઈ પટેલનો દિકરો શોધી લગ્ન કરાવવાની તૈયારી બતાવી તો તેણીએ લગ્ન માટે ના પાડી દીધી. જે પછી એક દિવસ બાદ તેણીનો બર્થડે છે તેવું કહ્યું હતું. અને તે દિવસે હોટલમાં જઈશું તેવું પણ કહ્યું હતું.

બંને જણા નક્કી થયેલા દિવસે તેઓ બાપુનગરની દિનેશ ચેમ્બરમાં આવેલી મધુવન ગેસ્ટ હાઉસમાં ગયા. જ્યાં હોટલના રૂમ નંબર 503માં બંને ગયા હતા. જ્યાં આ યુવતીએ તેમની પાસે 3000 રૂપિયા માગ્યા હતા. વૃદ્ધે જે તે સમયે 2000 રૂપિયા આપ્યા હતા. જે પછી યુવતી નગ્ન થઈ ગઈ અને તેમને પણ નગ્ન કરીને બાહોપાશમાં જકડી લીધા હતા અને પોતાની ઉપર આવીને સુઈ જવા કહ્યું. જોકે તે જ વખતે અચાનક યુવતીએ પોતાનું હાર્ટનું ઓપરેશન કરાવ્યું હોવાનું કહી વૃદ્ધને પોતાની ઉપરથી ખસેડી દીધા અને પોતે પોતાના કપડા પહેરી લીધા.


 

 

 

 

 

આ દરમિયાનમાં કેટલાક લોકો હોટલના રિસેપ્શન કાઉન્ટર પર બોલાબોલી કરી રહ્યા હતા, પછી એક શખ્સ આવ્યો અને કહ્યું કે આશા તેની બહેન છે, તેવું કહી તેને રિક્ષામાં લઈ ગયા હતા, જે પછી સતત વૃદ્ધ પાસે રૂપિયા 13 લાખની માગણી કરતા અને નહીં આપે તો બળાત્કારનો કેસ કરવાની ધમકી આપતા હતા. રાજેશ નામનો એક વ્યક્તિ પણ વચ્ચે આવ્યો જેણે 10 લાખમાં વાત પતાવવાનું કહ્યું. જે વખતે બાપુનગર પોલીસના કેટલાક લોકોએ પણ વૃદ્ધ સામે બળાત્કારની ફરિયાદ મળી હોવાનું કહ્યું હતું. જોકે ફરિયાદ કરનાર અમિષા હતી અને તે જ આશા બનીને વૃદ્ધને ફસાવતી હોવાનું સામે આવ્યું જેથી વૃદ્ધે પોલીસમાં રજુઆત કરતાં આખો મામલો હની ટ્રેપનો હોવાનું સામે આવ્યું હતું.

 

પોલીસે તુરંત એક્શનમાં આવતા અમિશા કુશવાહા, વિકાસ ગોહિલ, રાજેશ વાઢેર, આરતી અને અલ્પા નામની મહિલાઓ સામે ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી દીધી છે. હવે ઘાટ એવો ઘડાયો છે કે ફસાવવા આવેલાઓ પોતે જ ફસાવા લાગ્યા છે.